Mumbai SRA Extortion Case મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો જીટીબી નગર SRA પ્રોજેક્ટના મેનેજરને જાનથી મારવાની ધમકી આપી ૨૮.૫૦ લાખ પડાવનારા ૨ ઠગ રંગેહાથ ઝડપાયા

Mumbai SRA Extortion Case મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટીએક્સ્ટોર્શન સેલે માટુંગાની હોટેલમાં છટકું ગોઠવી ખંડણીખોરોને દબોચ્યા, ૩ કરોડ રૂપિયા અને ૫ ફ્લેટની કરી રહ્યા હતા માંગણી

by kalpana Verat
Mumbai SRA Extortion Case મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો જીટીબી નગર SRA પ્રોજેક્ટના મેનેજરને જાનથી મારવાની ધમકી આપી  ૨૮.૫૦ લાખ પડાવનારા ૨ ઠગ રંગેહાથ ઝડપાયા

 

News Continuous Bureau | Mumbai

Mumbai SRA Extortion Case મુંબઈમાં ચાલી રહેલા સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) એટલે કે ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ્સના બિલ્ડરો અને ડેવલપર્સને નિશાન બનાવતી ખંડણીખોર ગેંગ વિરૂદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. સાયન નજીક આવેલા જીટીબી નગર વિસ્તારના એક એસઆરએ પ્રોજેક્ટના ડેવલપર પાસેથી અત્યાર સુધીમાં ૨૮.૫૦ લાખની ખંડણી વસૂલ કરી ચૂકેલા બે રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચના એન્ટીએક્સ્ટોર્શન સેલે માટુંગાની એક હોટેલમાં છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા છે.

Mumbai SRA Extortion Case – હથિયારધારી ગેંગે સાઇટ પર ધસી જઈ આપી હતી જાનથી મારવાની ધમકી

ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સ્ટોર્શન સેલમાંથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, એક અગ્રણી કન્સ્ટ્રક્શન કંપનીના ઓપરેશન્સ મેનેજરે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમની કંપની જીટીબી નગરના પંજાબી કોલોની વિસ્તારમાં એક મોટા એસઆરએ (SRA) પ્રોજેક્ટનું બાંધકામ કરી રહી છે. ડિસેમ્બર ૨૦२૩ માં સાત લોકોની એક સશસ્ત્ર ગેંગ કન્સ્ટ્રક્શન સાઇટ પર ધસી આવી હતી. તેમણે કામ બંધ કરાવી દેવાની અને જો પૈસા ન આપે તો મેનેજર તેમજ કંપનીના માલિકને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. ધમકીઓથી ડરીને કંપનીએ કામ ચાલુ રાખવા માટે કટકે-કટકે મોટી રકમ ચૂકવવી પડી હતી.

Mumbai SRA Extortion Case – ૩ કરોડ અને ૫ ફ્લેટની આકાશી માંગણીથી બિલ્ડર પરેશાન

ગેંગે શરૂઆતમાં ૧ કરોડની માંગણી કરી હતી, જેનાથી ગભરાઈને કંપનીએ શરૂઆતમાં ૭ લાખ રોકડા આપ્યા હતા. ત્યાર બાદ ફરીથી ધમકી આપીને ૨૫ લાખ માંગવામાં આવ્યા, જેની સામે અંતે ૧૫ લાખ રોકડા પડાવ્યા હતા. તે પછી મુખ્ય આરોપીએ બીએમસી (BMC) દ્વારા કેન્સલ કરાયેલા એક રૂમના બહાને પહેલાં ૧.૫ કરોડ અને બાદમાં સીધા 3 કરોડ તેમજ ૫ ફ્લેટની આકાશી માંગણી કરી દીધી હતી. અંતમાં, આ ગેંગના સતત વધી રહેલા દબાણ હેઠળ આવીને કંપનીએ વધુ ૬.૫૦ લાખ ચૂકવવાની ફરજ પડી હતી. આમ કુલ ૨૮.૫૦ લાખ પડાવ્યા બાદ પણ ટોર્ચર ચાલુ રહ્યું હતું.

Mumbai SRA Extortion Case – માટુંગાની ઈરાની હોટેલમાં પોલીસે ગોઠવ્યું છટકું

રોજ-રોજની ધમકીઓ અને આર્થિક લૂંટથી કંટાળીને આખરે મેનેજરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. તાજેતરમાં આરોપીઓમાંથી એકે વૉટ્સએપ કોલ કરીને બાકી નીકળતા ૨ લાખનો હપ્તો માટુંગાની એક પ્રખ્યાત ઈરાની હોટેલમાં પહોંચાડવા જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે સાદા કપડામાં હોટેલની આસપાસ વોચ ગોઠવી દીધી હતી. જેવા જ બે આરોપીઓ (ઉંમર ૬૧ વર્ષ અને ૫૮ વર્ષ) ફરિયાદી પાસેથી કેશ ભરેલી બેગ લેવા આવ્યા, કે તુરંત જ પોલીસે તૂટી પડીને બંનેને રંગેહાથ દબોચી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આ રેકેટના મુખ્ય સૂત્રધાર સહિત ફરાર અન્ય પાંચ આરોપીઓને ઝડપી લેવા માટે સઘન દરોડા પાડી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Bhiwandi Food Poisoning ભીવંડીમાં ભારે ખળભળાટ ચિકન શાવર્મા અને પિઝા ખાધા પછી એક જ પરિવારના ૬ સહિત ૧૪ લોકોને ઝેરી ફૂડ પોઇઝનિંગ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More