News Continuous Bureau | Mumbai
આજે ફરી પીકઅવર્સ દરમિયાન પશ્ચિમ રેલવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ બોરવલી અને દહિસર વચ્ચે દોડતી એસી લોકલનો ઓવરહેડ વાયર તૂટી ગયો છે. આ ટેક્નિકલ ખામીના પગલે હાલ ચર્ચગેટ જતી ફાસ્ટટ્રેક ટ્રેન બંધ છે.
#લોકલ યાત્રીને હાલાકી. પીક અવર્સ દરમિયાન જ #પશ્ચિમ રેલવે ખોરવાઈ, #મુસાફરો પટરી પર ચાલવા થયા મજબૂર. #જુઓ વિડિયો #Mumbai #westernrailway #localtrain #actrain #technicalglitch #newscontinuous pic.twitter.com/pFKBkwulp1
— news continuous (@NewsContinuous) April 12, 2023
બંને લાઇન પરની ટ્રેનોને ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી રહી હોવાથી પશ્ચિમ રેલવેનું સમગ્ર શિડ્યુલ ખોરવાઈ ગયું છે અને આ નિષ્ફળતાને કારણે ઘણા લોકો ટ્રેનમાંથી ઉતરીને સવારના સમયે મુસાફરી શરૂ કરી હતી
આ સમાચાર પણ વાંચો: પીક અવર્સ દરમિયાન જ આ રેલવે ખોરવાઈ. લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ દોડી રહી છે મોડી
આ ઘટના સવારે 10.02 કલાકે બની હતી. હાલ રેલ્વે વાન ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વાયરને જોડવાનું કામ ચાલી રહ્યું છે. વાયર તૂટવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રેલવે માહિતી આપશે