News Continuous Bureau | Mumbai
Mumbai Rain: કોંકણ અને મુંબઈ પટ્ટામાં વરસાદે જોર પકડ્યું છે. મુંબઈ(Mumbai) માં સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે. આકાશમાં ઘેરા વાદળો છે. રોડ, રેલ પરિવહન મુંબઈની લાઈફલાઈન ગણાય છે. જોકે અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે. વરસાદના પગલે મધ્ય રેલવેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે મુંબઈ શહેર અને ઉપનગરો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે સિંધુદુર્ગ, નંદુરબાર, ધુલે, જલગાંવ, સંભાજીનગર, અહેમદનગર, પુણે, નાસિક, સોલાપુર અને બીડ જિલ્લામાં આગામી 3 થી 4 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.
થાણે, રાયગઢમાં કેવો પડશે વરસાદ?
હવામાન વિભાગે આગામી 3 થી 4 કલાકમાં થાણે, રાયગઢ, રત્નાગીરી અને પાલઘર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાયગઢ અને પાલઘર જિલ્લા માટે રેડ એલર્ટ અને થાણે, રત્નાગીરી અને પુણે માટે ઓરેન્જ એલર્ટ તો ઔરંગાબાદ, કોલ્હાપુર, નાસિક, નંદુરબાર, જલગાંવ, સિંધુદુર્ગ અને ધુલે જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: Apple’s high five: ભારત આઈફોન માટે વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર બની ગયું છે. જાણો એપલના ભવિષ્યના શું પ્લાન છે.
કેટલા મીમી વરસાદ બાદ એલર્ટ અપાયું?
દિવસ દરમિયાન 115.6 મીમી થી 204.4 મીમી વરસાદ પછી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે. જો દિવસ દરમિયાન વરસાદ 204.5 મીમીથી વધી જાય તો રેડ એલર્ટ જારી કરવામાં આવે છે.
મુંબઈમાં 24 કલાકમાં કેટલો વરસાદ થયો?
મુંબઈ શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોમાં આજે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 47.42mm, 50.04mm અને 50.99mm વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. આથી મહારાષ્ટ્રમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ છે. જેમ જેમ આ લો પ્રેશરનું ક્ષેત્ર દરિયાકાંઠા તરફ આગળ વધવાનું શરૂ થશે, તેમ મુંબઈ અને કોંકણ પટ્ટામાં ભારે વરસાદ થશે.