આ શ્રેણીના લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરીને વિરોધ દર્શાવશે ; જાણો વિગતે   

ઠાકરે સરકારે શિક્ષકોને 20 દિવસમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાની  સૂચના આપી છે, પરંતુ તેઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપી નથી. 

જેને પગલે મોટી સંખ્યામાં શિક્ષકોએ ટિકિટ વિના મુસાફરી કરી દંડ ભર્યો હતો. આ દરમિયાન શિક્ષકોએ હાથમાં કાપલી પકડી હતી, જેમાં લખ્યું હતું કે બે મહિનાથી પગાર મળ્યો નથી. 

રેલ્વેમાં મુસાફરી કરવાની મંજૂરી નથી, ધોરણ 10 ના પરિણામ માટે શાળામાં કેવી રીતે જવું, મુસાફરીની મંજૂરી આપો નહીં તો અમે કાયદો તોડીશું.

ઉલ્લેખનીય છે કે  મુંબઈની શાળાઓમાં ભણાવતા મોટાભાગના શિક્ષકો થાણે, વસઈ, વિરાર, પાલઘર, કલ્યાણ, પનવેલ જેવા વિસ્તારોમાં રહે છે. અહીંથી મુસાફરીના અન્ય માધ્યમો ઉપલબ્ધ નથી અથવા ખૂબ ખર્ચાળ છે.

સુચેતા દલાલના એક ટ્વીટથી અદાણી ગ્રુપને એક લાખ કરોડનો ફટકો પડ્યો; જાણો શું છે સમગ્ર મામલો

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *