Site icon

મુંબઈમાં ફૂલ ગુલાંબી ઠંડી.. નવા વર્ષમાં કેવું રહેશે શહેરનું વાતાવરણ…? જાણો હવામાન વિભાગનો વર્તારો 

Minimum temperature may drop to single digit next week in Maharashtra

મુંબઈગરાની સવાર ઠંડા-ઠંડા, કૂલ-કૂલ.. શહેરમાં નાસિક, પૂણે કરતાં પણ વધારે ઠંડી.. નોંધાયું આટલું તાપમાન..

News Continuous Bureau | Mumbai

છેલ્લા એક સપ્તાહથી મુંબઈગરાઓ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. જોકે, ક્રિસમસ પર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ મુંબઈનું તાપમાન ફરી સરેરાશ 17 થી 20 ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું છે.

Join Our WhatsApp Community

દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સપ્તાહોમાં ઉત્તર ભારતમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. ઉત્તર ભારતની સાથે મુંબઈ સહિત અન્ય ભાગોમાં પણ તેની અસર થઈ શકે છે. જેથી આવનારું નવું વર્ષ તેની સાથે ઠંડી લઈને આવશે. મુંબઈમાં 2 જાન્યુઆરીથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.  

આ સમાચાર પણ વાંચો:   બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની ભવિષ્યવાણી.. કહ્યું- દેશ ગરીબીમાંથી બહાર આવવા તૈયાર, ભારત ‘આ’ સુધીમાં 40 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે…

મહત્વનું છે કે ગુરુવારની સરખામણીએ શુક્રવારે મુંબઈમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો. જોકે શુક્રવારે લઘુત્તમ તાપમાનમાં બહુ ફેરફાર થયો ન હતો, પરંતુ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવાર અને નવા વર્ષના દિવસે રવિવાર, 1 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રીની વચ્ચે રહેશે. મુંબઈમાં કોલાબામાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કોલાબા ખાતે મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી અને સાંતાક્રુઝ ખાતે 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુરુવારે કોલાબામાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે ઠંડા પવનો અનુભવાયા બાદ આજે શનિવારે લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની ધારણા છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version