News Continuous Bureau | Mumbai
Mumbai: BMC કાંદિવલી પશ્ચિમમાં ( Kandivali West ) લાલજી પાડા ખાતે નવા લિંક રોડ પર નવો ફૂટ ઓવર બ્રિજ ( FOB ) બાંધવામાં આવવાનો છે. આ બ્રિજની અંદાજિત કિંમત અંદાજે રૂ. 6 કરોડ હોવાની અપેક્ષા છે. આ બ્રિજ બાંધવામાં આવતા 28,000 થી વધુ રાહદારીઓને આનો ફાયદો થશે. જેઓ દરરોજ રોડ ક્રોસ કરતી વખતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
ન્યુ લીંક રોડ, લાલજી પાડામાં ( Lalji Pada ) દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. આ વિસ્તારમાં પગપાળા બ્રિજના અભાવે સ્થાનિક નાગરિકોને દરરોજ રસ્તો ઓળંગવો પડે છે. જેના કારણે સતત ટ્રાફિક જામ ( traffic jam ) સર્જાઈ છે. રોડ ક્રોસ કરતી વખતે લોકો ઘાયલ થવાના પણ અનેક બનાવો બન્યા છે. આથી, આ સમસ્યાના ઉકેલ લાવવા માટે ભૂતપૂર્વ કોર્પોરેટર જાન્યુઆરી 2023માં BMCને લાલજી પાડા જંક્શન પર FOB બનાવવાની વિનંતી કરી હતી.
આ એફઓબીના નિર્માણમાં બે વર્ષ લાગશે. ..
પ્રાપ્ત માહિતી મુજબ, આ અંગે BMC દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટે તેની રિસર્ચમાં જાણ્યુ હતું કે આ વિસ્તારમાંથી દરરોજ સવારે 6 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યાની વચ્ચે 28,077 લોકો રોડ ક્રોસ કરે છે. ક્યારેક પીક ટાઇમ દરમિયાન આ સંખ્યા વધીને 4,084 થઈ જાય છે. તેથી આ વિસ્તારમાં “એફઓબીના બાંધકામની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કામ પણ શરૂ થશે. જેમાં પાંચ વર્ષ સુધી બ્રિજની જાળવણીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની રહેશે. આ એફઓબીના નિર્માણમાં બે વર્ષ લાગશે. આ એફઓબીમાં બે એસ્કેલેટર અને બે લિફ્ટ પણ લગાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : US Houthis War: આ બળવાખોરોએ હવે અમેરિકા- બ્રિટેન વિરુદ્વ કરી યુદ્ધની જાહેરાત.. યમનમાં વધ્યો તણાવ.
એક અહેવાલ મુજબ, “આ વિસ્તારમાં લગભગ આઠ શાળાઓ છે. તેથી માતાપિતા માટે તેમના બાળકો સાથે રસ્તો ક્રોસ કરવો મુશ્કેલ બની જાય છે. તેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ પણ સર્જાય છે. આ પુલ ગણેશ નગરના ઘણા રહેવાસીઓને મોટી રાહત આપશે.” તેમ જ ઇન્દિરા નગર, સંજય નગર, જનતા કોલોની અને અભિલાષ નગરના લોકોને પણ આ એફઓબીથી ઘણો ફાયદો થશે.”
