News Continuous Bureau | Mumbai
Mumbai: તાજેતરના સમયમાં હાર્ટ એટેકને ( heart attack ) કારણે ઘટનાસ્થળે મૃત્યુની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, પરંતુ મુંબઈથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈના મુલુંડ ( Mulund ) વિસ્તારમાં બનેલી ઘટનાએ ડોક્ટરોને પણ ચોંકાવી દીધા છે. આ વિસ્તારની 51 વર્ષીય મહિલાને છેલ્લા 16 મહિનામાં પાંચ વખત હાર્ટ એટેક આવ્યો છે.
TOIના રિપોર્ટ અનુસાર મહિલામાં પાંચ સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે. તેણે 6 એન્જીયોપ્લાસ્ટી ( Angioplasty ) અને એક કાર્ડિયાક બાયપાસ સર્જરી ( Cardiac bypass surgery ) કરાવી છે. મહિલાને 1 અને 2 ડિસેમ્બરના રોજ કેથ લેબમાં લઈ જવામાં આવી હતી. તે જાણવા માંગતી હતી કે તેને એવી કઈ બીમારી છે કે તેને વારંવાર આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. મહિલાને આશંકા છે કે ત્રણ મહિના પછી ફરી એક નવો અવરોધ ઊભો થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, મહિલાને પહેલીવાર સપ્ટેમ્બર 2022માં હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે તે જયપુરથી બોરીવલી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. જે બાદ રેલવે અધિકારીઓએ તેમને તાત્કાલિક અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
મહિલાને ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને ઓબેસિટી જેવી સમસ્યા પણ છે…
મહિલાએ જણાવ્યું કે તેને ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને ઓબેસિટી જેવી સમસ્યા પણ છે. તેણે કહ્યું, “સપ્ટેમ્બર 2022માં તેનું વજન 107 કિલો હતું અને હવે તેનું વજન 30 કિલોથી વધુ ઘટી ગયું છે.”
આ સમાચાર પણ વાંચો : Liquor Prohibition Law : ભાજપ સરકારે આ રાજ્યમાંથી 30 વર્ષ જૂનો દારૂબંધીનો કાયદો કર્યો રદ, તેથી હવે બિહારમાં પણ થવા લાગી માંગ..
મહિલાએ જણાવ્યું કે થોડા મહિનાના અંતરાલ પછી, છાતીમાં તીવ્ર દુખાવો, ઓડકાર અને બેચેની જેવા લક્ષણો પાછા આવે છે. તેણે કહ્યું, મને ફેબ્રુઆરી, મે, જુલાઈ અને નવેમ્બરમાં હાર્ટ એટેક આવ્યો હતો.
આ બાબતે ડો. રાવતે જણાવ્યું હતું કે, “દર્દીઓ માટે એક જ જગ્યાએ વારંવાર બ્લોકેજ થાય તે નવી વાત નથી, પરંતુ આ મહિલાના કિસ્સામાં અલગ-અલગ જગ્યાએ નવા બ્લોકેજ થાય છે.” ડોકટરોના મતે, આ મહિલા નસીબદાર હતી કારણ કે તેને NSTEMI અથવા નોન-ST-એલિવેશન મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન હતું. આ સ્થિતિમાં ઓક્સિજન હૃદય સુધી પહોંચતું નથી.