News Continuous Bureau | Mumbai
Mumbai Threat: મુંબઈમાં એક સાથે અનેક મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. આ પછી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ પોલીસ પાસે એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ ( Chhatrapati Shivaji Maharaj Museum ) અને વરલીમાં નેહરુ સાયન્સ સેન્ટર ( Nehru Science Centre ) સહિતના મુખ્ય સંગ્રહાલયોને બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ પછી કોલાબા ( Colaba ) અને વરલી ( Worli ) સહિત ઘણા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે ધમકીભર્યા ઈમેલ અંગે હાલ તપાસ શરૂ કરી દીધી છે. જોકે, પ્રાથમિક તપાસમાં પોલીસને ( Mumbai Police ) આ સ્થળો પરથી વિસ્ફોટના કોઈ ચિહ્નો મળ્યા નથી. પોલીસે હવે ઈમેલ દ્વારા બ્લાસ્ટ કરવાની ધમકી ( Bomb Threat ) આપનાર વ્યક્તિની શોધ શરૂ કરી છે.
આ પહેલા પણ નવેમ્બરમાં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી…
મળતી માહિતી મુજબ, આ મામલે મુંબઈ પોલીસને ઈમેલ મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે તે મ્યુઝિયમોની તપાસ કરી હતી. પરંતુ ક્યાંય વિસ્ફોટકનો કોઈ પત્તો મળ્યો ન હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે મ્યુઝિયમમાં બોમ્બ મુકવામાં આવશે અને તે ગમે ત્યારે વિસ્ફોટ થશે. પોલીસનું કહેવું છે કે આ મ્યુઝિયમની આસપાસ સ્નિફર ડોગ્સ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Alaska Airlines: અલાસ્કામાં વિમાનની બારી આકાશમાં તૂટી પડતાં મચી ગયો હંગામો.. એરલાઈન્સે ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું.. જુઓ વિડીયો
એક અહેવાલ મુજબ, આ પહેલા પણ નવેમ્બરમાં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ફીડબેક ઇનબોક્સમાં એક ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે આ ઈમેલમાં 48 કલાકની અંદર 1 મિલિયન ડોલર બિટકોઈન આપવાની માંગ કરવામાં આવી હતી.