News Continuous Bureau | Mumbai
મુલુંડ વિસ્તારની ( Mulund West ) એક હોટલમાં આજે (શનિવારે) બપોરે આગ ફાટી નીકળી હતી. મુંબઈ ( Mumbai ) મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, બપોરે 3.10 વાગ્યાની આસપાસ કાઉબોય બાર્બેક્યૂ હોટલમાં આગ લાગી ( fire breaks out ) હોવાની જાણ થઈ હતી. જોકે થોડી જ વારમાં તેને કાબુમાં લેવામાં આવી હતી.
આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી. જોકે ઇજાગ્રસ્તોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટ ઉપક્ર્મની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો
મહત્વનું છે કે આ હોટેલ મુંબઈના મુલુંડ (વેસ્ટ) વિસ્તારમાં સેન્ટ્રલ બેંક પાસે રામ રતન ત્રિવેણી માર્ગ પર આવેલી છે. આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.