News Continuous Bureau | Mumbai
Mumbai: જો તમે મુંબઈમાં રહો છો અથવા કામ કરો છો તો તમને ખબર જ હશે કે પીક અવર્સમાં મુંબઈની લોકલ ટ્રેનમાં ( local train ) મુસાફરી કરવી કેટલી મુશ્કેલ છે. પીક અવર્સ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8-9 વાગ્યા સુધી છે. દરમિયાન, મુસાફરો ( Passengers ) માટે, મુંબઈ લોકલમાં ભીડમાં પ્રવાસ કરવો એક પડકાર રુપ બની રહે છે. આ સમસ્યામાં થોડી રાહત લાવવા મધ્ય રેલવેએ ( Central Railway ) હવે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. તો ચાલો જાણીએ શું છે પ્લાન.
તમને મુંબઈ લોકલની ભીડમાં અટવાતા બચાવવા માટે મધ્ય રેલવેએ નવું ફ્લેક્સી શેડ્યૂલ શરૂ કર્યું છે. મુંબઈ રેલ્વે નેટવર્કમાં ભીડને નિયંત્રિત કરવા, મુસાફરોની સલામતી અને સુવિધાને પ્રોત્સાહન આપવા માટે, મુંબઈ ડિવિઝનની મધ્ય રેલવેએ પ્રાઈવેટ ઓફિસ સંસ્થાઓને તેમના કામનો સમય બદલવા જણાવ્યું છે. જેથી લોકલ ટ્રેનમાં હાલ ભીડ ઓછી થતી જોવા મળી રહી છે…
મધ્ય રેલવેએ ‘ઝીરો ડેથ’ અભિયાન હાથ ધર્યું છે….
એક અહેવાલ મુજબ, આ માટે મધ્ય રેલવેએ ‘ઝીરો ડેથ’ ( Zero Death Scheme ) અભિયાન હાથ ધર્યું છે. જેનો ઉદ્દેશ્ય ટ્રેન અકસ્માતોમાં ( train accidents ) થતા મોતોને અટકાવવાનો છે. આ ઉદ્દેશ્ય માટે સેન્ટ્રલ રેલવેએ મુંબઈ, થાણે, નવી મુંબઈની વ્યવાસિયક સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર પણ શરુ કર્યો છે અને ઓફિસનોને તેમનો વર્કિંગ સમય બદલવા વિનંતી કરી છે. છેલ્લા બે મહિનામાં મધ્ય રેલવેએ 750 પ્રાઈવેટ ઓફિસ સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર શરુ કર્યો છે અને 27 સંસ્થાઓએ આ અભિયાનને હકારાત્મક પ્રતિભાવ પણ આપ્યો છે. જેના કારણે હાલ લોકલમાં ભીડ ઓછી થવા લાગી છે.
આ સમાચાર પણ વાંચો : IND T20 Squad vs AFG : અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત.. રોહિત શર્માની થઈ વાપસી.. આ દિગ્ગજો થયા બહાર.. જાણો કોને મળ્યું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન..
અહેવાલ અનુસાર, મુંબઈ લોકલ ટ્રેનની મુસાફરી ઝડપી અને સસ્તી હોવાથી પ્રવાસીઓ લોકલ ટ્રેનને વધુ પસંદ કરે છે, તેથી લોકલ ટ્રેનમાં લોકોને સતત ભીડની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વધતી ભીડને કારણે લોકો ટ્રેનના દરવાજાના ભાગમાં પણ લટકતા પ્રવાસ કરતા જોવા મળે છે. આમ જ વધતી ભીડને કારણે વારંવાર ટ્રેન અકસ્માતોમાં મુસાફરોના મોત થાય છે. અહેવાલના આંકડા મુજબ, છેલ્લા નવ વર્ષમાં 7,831 મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરતા મૃત્યુ પામ્યા છે. તો લોકલમાં ભીડને કારણે ટ્રેનમાંથી પડી જવાના મામલામાં 3,485 મુસાફરોના મોત થયા હતા. સવાર અને સાંજના ભીડના સમયમાં ટ્રેન અકસ્માતોની સંખ્યા વધુ હોય છે. તેથી, મધ્ય રેલવેએ આ સમયે ટ્રેન અકસ્માતોને રોકવા માટે ‘ઝીરો ડેથ’ અભિયાન હાથ ધર્યું છે.જેમાં મધ્ય રેલવેએ આ મામલે નવેમ્બર 2023 થી, પ્રાઈવેટ ઓફિસોને તેમનો સમય બદલવા માટે વ્યવાસિયક સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં દક્ષિણ મુંબઈની પ્રાઈવેટ ઓફિસો સાથે પત્રવ્યવહાર શરુ કર્યો હતો, તે પછી, મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં પ્રાઈવેટ ઓફિસો સાથે પત્રવ્યવહાર શરૂ કર્યું હતું. જેમાં હવે થાણે, નવી મુંબઈની પ્રાઈવેટ ઓફિસોને પણ પત્ર લખીને આ અભિયાનનો વ્યાપ વધારવામાં આવ્યો છે.