ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 12 જૂન 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને રીતસરના મૂર્ખ બનાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો હતો કે જે શહેરમાં પૉઝિટિવિટી રેટ નીચો હશે તેમ જ હૉસ્પિટલમાં જગ્યા પર્યાપ્ત સંખ્યામાં હોય ત્યાં દુકાનોને ખોલવા દેવામાં આવશે. પરંતુ મુંબઈ શહેર માટે આ કાયદાને તોડી નાખવામાં આવ્યો. તમામ માનદંડ પર મુંબઈ શહેરના આંકડા યોગ્ય ઠરે છે તેમ છતાં વેપારીઓને ધંધા માટે પરવાનગી આપવામાં આવી નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે જો આવી આપખુદશાહી ચલાવી હતી તો પછી નિયમો અને કાયદાઓ કેમ બનાવ્યા? લોકોને મૂરખ બનાવવા માટે?
આશા ભોસલેએ પતિથી જુદા પડ્યા બાદ પણ સાસુમાની આ ઇચ્છા પૂર્ણ કરી; વર્ષો સુધી સાસુમાની રાખી સારસંભાળ
