News Continuous Bureau | Mumbai
ચોમાસા(Monsoon)ના ચોપાટી(Beach) પર ફરવા જવા પહેલા ધ્યાન રાખજો. આ વખતે ચોમાસા(Monsoon) દરમિયાન દરિયા(Ocean)માં કુલ 22 દિવસ મોટી ભરતી રહેશે. એ સમયે દરિયામાં મોજાં ૪.૫૦ મીટરથી પણ ઊંચા ઊછળશે. તેમાં પણ ૧૬ જૂન અને ૧૫ જુલાઈ, ૨૦૨૨ના મોટી ભરતી હશે ત્યારે દરિયામાં મોજા ૪.૮૭ મીટરથી પણ ઊંચા ઊછળશે. એ સમયે જો મુંબઈ(Mumbai)માં ભારે વરસાદ પડ્યો તો મુંબઈ જળબંબાકાર(Mumbai Flood) થઈ શકે છે.
આ વર્ષે ચાર મહિના દરમિયાન કુલ ૨2 દિવસ મોટી ભરતી છે, જેમાં જૂન મહિનામાં છ દિવસ, જુલાઈમાં છ દિવસ, ઑગસ્ટમાં પાંચ દિવસ તો સપ્ટેમ્બરમાં ચાર દિવસ દરિયામાં મોટી ભરતી(Tide) હશે. સૌથી મોટી ભરતી ૧૬ જૂન અને ૧૫ જુલાઈના છે. બપોરના ભરતી ચાલુ થશે અને મોજા ૪.૮૭ મીટરથી પણ ઊંચા ઊછળશે. એ સિવાય ૧૫ જૂનના બપોરના ૧૨.૪૬ વાગે ભરતી હશે એ દરમિયાન મોજાં ૪.૮૬ મીટરથી પણ ઊંચા ઊછળશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભાજપના “પોલ ખોલ” કેમ્પેઇનની વેન પર હુમલો, હુમલાખોર ફરાર.. જાણો વિગતે
દરિયામાં ચોમાસામાં ભરતી દરમિયાન ૪.૫ મીટરથી ઊંચાં મોજાં ઊછળે અને એ સમયે જ જો ભારે વરસાદ પડતો હોય તો ગંભીર કહેવાય. વરસાદી પાણીનો નિકાલ દરિયામાં કરવામાં આવતો હોય છે. પરંતુ ભરતી દરમિયાન દરિયાના પાણી શહેરમાં ઘૂસતા અટકાવવા માટે ફ્લડગેટ (Flood gate)બંધ કરી દેવામાં આવે છે. તેને કારણે વરસાદી પાણીનો(Rain water) નિકાલ દરિયામાં થતો નથી અને નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે.