ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્રના તમામ ટોલનાકાઓ એક નિશ્ચિત સમયે અવધિ સુધી જ ટોલ વસૂલી શકે છે. ત્યારબાદ તેમણે તે રસ્તા સર્વ સામાન્ય નાગરિક માટે મફત કરવાના હોય છે.
ગત એક વર્ષથી વાહન વ્યવહાર ઘટી ગયો હોવાને કારણે ટોલ વસૂલી કરનાર લોકોને ભયંકર નુકસાન થયું છે.
આ નુકસાનની ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય વિકાસ મહામંડળે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ ટોલ ની વસૂલી કરનારાઓ ને વધુ સો દિવસ સુધી ટોલ વસૂલ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ માટે આગામી કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નાના વેપારીઓ અને ટ્રેડરો અનેક મદદ માંગી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર ની પાસે તેમને આપવા માટે એક રૂપિયો પણ નથી. બીજી તરફ અમુક કિલોમીટરના અંતરે લોકો પાસે જબરજસ્તી ટોલ વસુલનાર પર સરકાર મહેરબાન છે.