News Continuous Bureau | Mumbai
Mumbai: સુરત ડાયમન્ડ બુર્સ ( SDB ) ચાલુ કરવામાં મહત્ત્વનો રોલ ભજવનાર અને સુરત ( Surat ) અને મુંબઈના ભારત ડાયમન્ડ બુર્સ ( BDB ) એમ બંને જગ્યાએ બહોળો વેપાર ધરાવનાર વેપારીઓ ( traders ) હવે સુરત ડાયમન્ડ બુર્સ જલદી વિકાસ પામે અને ધમધમતું થાય એ માટે એસડીબીમાં જવાની ઑફર સ્વીકારી મુંબઈમાં રહેલો ધંધો સમેટીને એસડીબીમાંથી જ ઑપરેશન ચાલુ કર્યું હતું. જોકે ઉદ્ઘાટનના બે જ મહિનામાં ખરેખરી હકીકત સામે આવતા ખબર પડી હતી કે, મુંબઈની સરખામણીએ અહીંયા ધંધો ( business ) માત્ર ૨૦ ટકા જેટલો જ થઈ રહ્યો છે. ત્યારે નુકસાન મલ્ટિપ્લાય થાય એ પહેલાં અનેક વેપારીઓએ ફરી એક વાર મુંબઈની વાટ પકડી છે. ‘માર્કેટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વેપારીઓ ઑફિસનો સામાન અને સ્ટાફ સાથે ૧૫ ટ્રક ભરીને માલ રવિવારે મુંબઈ આવી પહોંચ્યો હતો. એટલું જ નહીં, જે સ્ટાફ-મેમ્બરો તેમની સાથે સુરત ગયા હતા એ બધા પણ શુક્રવારે તેમના પરિવારના મેમ્બરો સાથે શુક્રવારે જ મુંબઈ આવી ગયા છે. હાલ તો ભારત ડાયમન્ડ બુર્સની બહાર આવેલા કૅપિટલ બિલ્ડિંગમાંથી ( capitol building ) તેમનું કામ ચાલી રહ્યું છે, પણ બે-ચાર દિવસમાં જ બીડીબીમાં વેપારીઓની ઑફિસ ખૂલી જશે એવું ચર્ચાઈ રહ્યું છે.’
હીરાબજારમાં ( diamond market) વેપારીઓ પાછા આવી રહ્યા છે આ વાત વાયુવેગે પ્રસરી ગઈ છે અને ઠેર-ઠેર એની જ ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ મુજબ, મૂળમાં મુંબઈ જેવી ઇન્ટરનૅશનલ ફ્લાઇટની કનેક્ટિવિટી ત્યાં નથી મળી રહી. સ્ટાફના પણ કેટલાક ઇશ્યુ હતા અને એને કારણે મુંબઈની સરખામણીમાં ધંધો એકદમ ઘટી ગયો હતો. માત્ર ૨૦ ટકા જ ધંધો રહ્યો હતો એથી એસડીબીમાં રહીને વધુ નુકસાન ગાંઠે બાંધવું એ કરતાં વેપારીઓએ વાણિયાબુદ્ધિ વાપરી હતી અને પહેલાંની જેમ મુંબઈથી ઑપરેશન ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આના કારણે એસડીબીના અન્ય વેપારીઓ પર એની માઠી અસર ન પડે એ માટે એમ કહેવાયું હતું કે એસડીબીની ઑફિસ પણ ચાલુ રહેશે અને એક વાર એસડીબી ધમધમતું થાય ત્યાં સુધી બંને ઑપરેશન ચાલુ રાખવામાં આવશે. મુંબઈમાં તો વેપારીઓ વર્ષથી ધંધો કરતા જ હતા એટલે કંઈ નવેસરથી શરૂઆત કરવાની નથી.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના આ વિસ્તારમાં બનશે દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું સ્મારક, રહીશોએ વાલી મંત્રી સમક્ષ કરી માંગ.
સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન બાદ ૮૦ ટકા સભ્યો મે ૨૦૨૪ સુધીમાં તેમની ઓફિસો ચાલુ કરશે…
એસડીબી દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિમાં તેમની મીડિયા કમિટીના કન્વીનરએ કહ્યું હતું કે ઉદ્ઘાટન બાદ હવે ૮૦ ટકા મેમ્બરો મે ૨૦૨૪, સુધીમાં બુર્સમાં તેમની ઑફિસો ચાલુ કરશે એમ જણાવતાં તેમને ઓફિસમાં ફર્નિચર બનાવવા માટે સંમતિ આપી દેવાઈ છે. એસડીબીના ચૅરમૅનએ કમિટમેન્ટ આપ્યું હતું કે તેઓ સૌથી પહેલાં મુંબઈનો કારોબાર સમેટી લઈને એસડીબીમાં શિફ્ટ થશે અને આમ તેઓ મુંબઈનો કારોબાર સમેટીને સુરત શિફ્ટ થયા છે. આમ છતાં એસડીબીની કમિટીના સભ્યોએ સર્વાનુમતે તમામની ચૅરમૅનની સહી સાથે એક પત્ર લખીને એસબીડીના કમિટી ક્ન્વીનરને જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે એસડીબીમાં વિધિવત્ રીતે મોટા ભાગની ઑફિસો ચાલુ થાય અને કારોબાર ધમધમતો થાય એમાં હજી થોડો સમય નીકળી જાય એમ છે. આવી સ્થિતિમાં વેપારીઓને કારોબાર કરવામાં તકલીફ ન પડે એ માટે મૅનેજિંગ કમિટીના તમામ સભ્યોએ સૂચન કર્યું છે કે તેમણે મુંબઈ શીફ્ટ થતાં વેપારીનો કારોબાર બંને શહેરોથી ચાલુ રાખવો જોઈએ.
એક રિપોર્ટ મુજબ, મુંબઈમાં પાછા આવેલા વેપારીઓ બહુ ટૂંક સમયમાં બીડીબીથી કામકાજ શરૂ કરે એવું લાગી રહ્યું છે. એવું પણ સંભળાઈ રહ્યું છે કે તેમના વર્ષો જૂના સ્ટાફ-મેમ્બર્સ જેમણે સુરત જવાનું પસંદ નહોતું કર્યું તેમને પણ પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેથી વિશ્વાસુ માણસોની ટીમ ફરી કાર્યરત થઈ શકે.