Site icon

મુંબઈમાં ટ્રાફિક પોલીસના કડક પગલાં- પહેલા જ દિવસે હેલ્મેટ વગર હજારો લોકો દંડાયા- આંકડો જાણી ચોંકી જશો

News Continuous Bureau | Mumbai 

આજથી પંદર દિવસ પહેલાં મુંબઇ પોલીસે(Mumbai Police) એક આદેશ જાહેર કર્યો હતો જેમાં મોટર વ્હીકલ એક્ટ(motor vehicle act) ૧૯૮૮ નો ઉલ્લેખ કરતાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ શહેરમાં બાઈક(Bike) પર બેસનાર બંને વ્યક્તિઓએ માથા પર હેલ્મેટ(helmet) પહેરવી ફરજીયાત છે. જોકે આ કાયદાનો અમલ મુંબઈ શહેરમાં થયો નહોતો. ત્યારે મુંબઇ પોલીસે(mumbai police) સ્પષ્ટતા કરી હતી કે ૯મી જૂન થી મુંબઈ શહેર(Mumbai city)માં આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈ પોલીસ(mumbai police)ના આદેશ અંતર્ગત ગુરુવાર એટલે કે ૯ એપ્રિલ 2022 ના દિવસે મુંબઈ પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ કાર્યવાહી કરીને 2334 જેટલા લોકોને દંડવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટ પર પાછળ બેસનારી વ્યક્તિ જેમણે હેલમેટ ન પહેરવાની તેવા 3421 લોકોને દંડવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને લોકોએ હેલ્મેટ ન પહેર્યા હોય તેવા 516 લોકોને દંડવામાં આવ્યા છે. આમ કુલ મળીને માત્ર 24 કલાકમાં મુંબઈ ટ્રાફિક પોલીસે 6771 બે પૈડા વાળા વાહન ચલાવનાર લોકોને હેલ્મેટ ન પહેરવા બદ્દલ દંડ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારના આ એક નિર્ણયને કારણે કોકાકોલા અને પેપ્સી સહિત અમુલ પણ હલી ગયું- સરકારને લખ્યો આ પત્ર- જાણો વિગતે

Exit mobile version