ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ઘાટકોપર-માનર્ખુદ લિંક રોડ ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો એ પહેલાંથી જ એની સાથે વિવાદ જોડાઈ ગયો છે. પહેલી ઑગસ્ટના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે ફલાયઓવર ખુલ્લો મુકાયો ત્યારે ટૂ-વ્હીલરને નડેલા ઍક્સિડન્ટને પગલે એક મહિના માટે તેના પર ટૂ-વ્હીલર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ફ્લાયઓવર પર એક પણ ઍક્સિડન્ટ થયો નથી. એથી હવે મુંબઈ પોલીસ આ ફ્લાયઓવર પર ટૂ-વ્હીલર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે.
લિંક પર બનેલા આ ફ્લાયઓવરની ઉપરથી હાઇ-ટેન્શન વાયર પસાર થાય છે. એથી ફ્લાયઓવરના ઉદ્ઘાટનની સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉપરાઉપરી ટૂ-વ્હીલરના ઍક્સિડન્ટના બનાવને પગલે ટ્રાફિક પોલીસે ફ્લાયઓવર પર ટૂ-વ્હીલરના જવા પર મહિના માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. એનું પરિણામ સારું આવ્યું છે. એથી કાયમ સ્વરૂપે આ ફ્લાયઓવર પર ટૂ-વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
નીતિન ગડકરી લાવશે નવો કાયદો; રસ્તા પર દોડતી ગાડીઓમાં કર્કશ હૉર્ન નહીં, તબલાં અને હાર્મોનિયમ વાગશે!
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈનો સૌથી ખતરનાક વળાંક ધરાવતા દક્ષિણ મુંબઈના જે. જે. ફ્લાયઓવર, ઈસ્ટર્ન ફ્રી વે, બાંદરા-વરલી સી-લિંક અને બીકેસી-ચુનાભઠ્ઠી કનેક્ટર પુલ ઉપર પણ ટૂ-વ્હીલરને મંજૂરી નથી.