ફ્લાયઓવર પર ઍક્સિડન્ટ રોકવા ટૂ-વ્હીલરને લઈને ટ્રાફિક ખાતાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

by Dr. Mayur Parikh
lower parel bridge will be ready before july 15

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 6 ઑક્ટોબર,  2021 
બુધવાર
ઘાટકોપર-માનર્ખુદ લિંક રોડ ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો એ પહેલાંથી જ એની સાથે વિવાદ જોડાઈ ગયો છે. પહેલી ઑગસ્ટના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે ફલાયઓવર ખુલ્લો મુકાયો ત્યારે ટૂ-વ્હીલરને નડેલા ઍક્સિડન્ટને પગલે એક મહિના માટે તેના પર ટૂ-વ્હીલર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ફ્લાયઓવર પર એક પણ ઍક્સિડન્ટ થયો નથી. એથી હવે મુંબઈ પોલીસ આ ફ્લાયઓવર પર ટૂ-વ્હીલર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે.
લિંક પર બનેલા આ ફ્લાયઓવરની ઉપરથી હાઇ-ટેન્શન વાયર પસાર થાય છે. એથી ફ્લાયઓવરના ઉદ્ઘાટનની સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉપરાઉપરી ટૂ-વ્હીલરના ઍક્સિડન્ટના બનાવને પગલે ટ્રાફિક પોલીસે ફ્લાયઓવર પર ટૂ-વ્હીલરના  જવા પર મહિના માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. એનું પરિણામ સારું આવ્યું છે. એથી કાયમ સ્વરૂપે આ ફ્લાયઓવર પર ટૂ-વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

નીતિન ગડકરી લાવશે નવો કાયદો; રસ્તા પર દોડતી ગાડીઓમાં કર્કશ હૉર્ન નહીં, તબલાં અને હાર્મોનિયમ વાગશે!

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈનો સૌથી  ખતરનાક વળાંક ધરાવતા દક્ષિણ મુંબઈના જે. જે. ફ્લાયઓવર, ઈસ્ટર્ન ફ્રી વે, બાંદરા-વરલી સી-લિંક અને બીકેસી-ચુનાભઠ્ઠી કનેક્ટર પુલ ઉપર પણ ટૂ-વ્હીલરને મંજૂરી  નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More