ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
મુંબઈમાં ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારા પાસેથી ચલનની રકમ વસૂલી માટે ટ્રાફિક પોલીસ હવે વાહનમાલિકોને ઘરે જવાનું ચાલુ કરી દીધું છે. ઈ–ચલનની રકમ વસૂલવા ટ્રાફિક પોલીસે ખાસ ટીમ બનાવી છે. જેણે છેલ્લા 8 દિવસમાં 20 લાખ રૂપિયાનો દંડ ઘરે જઈને વસૂલ્યો છે.
અગાઉ ફક્ત 10,00 રૂપિયાથી વધુ રકમ હોય તેમના ઘરે ટ્રાફિક પોલીસ જઈને રકમ વસૂલતી હતી. હવે જોકે લોકો ઈ-ચલનની રકમ સમયસર ભરતા નથી. એથી પોલીસે ઘરે જવાનું ચાલુ કરી દીધું છે. જેમાં દંડની રકમ વસૂલવા પોલીસ ઘરે પહોંચ્યા બાદ દોઢેક હજાર લોકોએ તાત્કાલિક દંડની રકમ ચૂકવી દીધી હતી, તો બાકીના લોકોએ દંડની રકમ ભરવા માટે એક સપ્તાહની મુદત માગી હતી.
ખતરાની ઘંટી : મુંબઈમાં કોરોનાનું ટેસ્ટિંગ વધવાની સાથે જ કેસ પણ વધ્યા; જાણો વિગત
મુંબઈમાં ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરનારાને દંડ માટે ઈ-ચલન આપે છે. જોકે એમાં દંડની રકમની વસૂલીમાં ખાસ્સો સમય લાગતો હતો. એથી ટ્રાફિક પોલીસે આ દંડની રકમ વસૂલવા માટે બે-બે પોલીસ ધરાવતી કુલ 50 ટીમ બનાવી છે, જે 10,000 રૂપિયાની વધુ રકમનો દંડ હોય તેના ઘરે જઈને રકમ વસૂલ કરે છે.