Andheri Accident News। અંધેરીમાં કાળજું કંપાવનારી ઘટના પાર્કિંગ વખતે પુત્રના હાથે જ પિતાનું કરૂણ મોત, એક્સિલરેટર દબાઈ જતાં સર્જાયો અકસ્માત

Andheri Accident News। મરોલના બેઝમેન્ટ પાર્કિંગમાં પિતા પુત્રને ટેમ્પો પાર્ક કરવામાં મદદ કરી રહ્યા હતા; પુત્ર આઘાતમાં, MIDC પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો.

by Janvi Soni
Andheri Accident News। અંધેરીમાં કાળજું કંપાવનારી ઘટના પાર્કિંગ વખતે પુત્રના હાથે જ પિતાનું કરૂણ મોત, એક્સિલરેટર દબાઈ જતાં સર્જાયો અકસ્માત

 

News Continuous Bureau | Mumbai

Andheri Accident News। મુંબઈના અંધેરી (પૂર્વ) વિસ્તારના મરોલ નાકા પાસે એક એવી દુર્ઘટના બની છે જે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. ટેમ્પો પાર્ક કરતી વખતે ૨૦ વર્ષીય પુત્રના હાથે જ ભૂલથી તેના ૪૬ વર્ષીય પિતા કચડાઈ ગયા હતા. આ હૃદયદ્રાવક અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પોતાના જ હાથે પિતા ગુમાવનાર પુત્ર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.

પાર્કિંગમાં મદદ કરવી પિતાને ભારે પડી

ઘટનાની વિગતો મુજબ, અંધેરીના મરોલ, મકવાણા રોડ પર આવેલી એક ઇમારતના બેઝમેન્ટ પાર્કિંગમાં આ દુર્ઘટના ઘટી હતી. પિતા-પુત્રની જોડી વિલે પાર્લેના સહાર કાર્ગોથી માલસામાનની ડિલિવરી કરીને પરત ફર્યા હતા અને BMC ના પે એન્ડ પાર્કમાં ટેમ્પો પાર્ક કરવા આવ્યા હતા. પિતા ટેમ્પોની બહાર રહીને પુત્રને વાહન બરાબર પાર્ક કરવા માટે દિશાનિર્દેશ (ઈશારા) આપી રહ્યા હતા.

બ્રેકની બદલે એક્સિલરેટર દબાઈ ગયું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, જ્યારે પુત્ર ૬ વ્હીલરવાળો ટેમ્પો રિવર્સમાં પાર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ બ્રેકને બદલે એક્સિલરેટર પર દબાઈ ગયો હતો. આના કારણે ટેમ્પો પૂરપાટ ઝડપે પાછળ ગયો અને પિતાને જોરદાર ટક્કર મારી દીવાલ સાથે કચડી નાખ્યા હતા. પિતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા.

પુત્રનું આક્રંદ અને પોલીસ કાર્યવાહી

બેઝમેન્ટમાં કોઈ હાજર ન હોવાથી ગભરાયેલા પુત્રએ પિતાને બચાવવા બૂમો પાડી હતી. પેટ્રોલિંગ કરી રહેલી MIDC પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને આધેડને કૂપર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. MIDC પોલીસે પુત્ર વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ એક શુદ્ધ અકસ્માત હતો અને પુત્ર પિતાના મોતથી અત્યંત આઘાતમાં છે.

👉 આ સમાચાર વાચો:
Kandivali Crime News। નજીવી વાતમાં પતિનો પત્ની પર જીવલેણ હુમલો, મિક્સરના જારથી કર્યા વાર; આરોપીની ધરપકડ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More