Mumbai: મુંબઈના ગોરેગાંવમાં દિવાલ ધરાશાયી થવાથી બે લોકોના મોત, એક ઘાયલ, પોલીસ તપાસ શરુ..

Mumbai: ગોરેગાંવમાં ફિલ્મ સિટી પાસે દિવાલ પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના આરે કોલોની રોડ પર ફિલ્મ સિટીના ગેટ નંબર 2 પાસે સાંજે 6.30 વાગ્યે બની હતી.

by Hiral Meria
Mumbai Two people died, one injured due to wall collapse in Goregaon, Mumbai, police investigation started

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં એક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. દિવાલ ધરાશાયી ( wall collapse ) થવાને કારણે બે લોકો તેની નીચે દટાઈ ગયા જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી મુજબ, ગોરેગાંવમાં ફિલ્મ સિટી ( Goregaon Film City ) પાસે દિવાલ પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના આરે કોલોની રોડ (  aarey colony ) પર ફિલ્મ સિટીના ગેટ નંબર 2 પાસે સાંજે 6.30 વાગ્યે બની હતી.

 લગભગ 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઉંચી દિવાલ ધરાશાયી થઈ હતી..

ફાયર વિભાગના એક નિવેદનમાં અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઉંચી દિવાલ ધરાશાયી થઈ હતી, જેની નીચે ઓછામાં ઓછા ત્રણ લોકો દટાય ગયા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચે, તે પહેલા જ ત્રણેય લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : New York: ન્યૂયોર્કના એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એક ભારતીય નાગરિકનું મોત, 17 લોકો ઘાયલ..

આ પછી, ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે બે લોકોને મૃત જાહેર કર્યા હતા. તેમજ એકની હાલ સારવાર ચાલુ છે.

મિડીયા રિપોર્ટ મુજબ, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પર્ક્યુસિવ રેસ્ક્યુ ટૂલ (PRT) કીટની મદદથી કાટમાળની શોધ કરવામાં આવી રહી છે. તેમજ બચાવ કામગીરી ( rescue operations ) હાથ ધરવામાં આવી હતી.. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Community

You may also like