News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ પોલીસની ( Mumbai Police ) ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ ( EOW ) દ્વારા સીલ કરાયેલા ઘરમાં ( sealed house ) તોડફોડ કરવા બદલ ઓશિવારા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે ગુનેગારોએ ( Criminals ) તિજોરીમાંથી પૈસા અને સોનું ચોરી ગયા હતા જે નાણાંનો ઉપયોગ આરોપીઓ ગોવા જવા માટે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે EOW એ સપ્ટેમ્બરમાં એક મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જે કેસ નોંધાયા પછી તરત જ ક્યાંક ગુમ થઈ ગઈ હતી. મહિલા આરોપીને શોધવામાં અસમર્થ પોલીસે સપ્ટેમ્બરના અંતમાં મહિલાનો ફ્લેટ સીલ કરી દીધો હતો. જેમાં 29 ડિસેમ્બરના રોજ, મહિલાના ભાઈએ તેની બહેનના ફ્લેટમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ( CCTV footage ) જોયું હતું, જેમાં બે શકમંદોની ઘૂસણખોરીનો ખુલાસો થયો હતો. પોલીસ સીલ હોવા છતાં, ચોરો ફ્લેટમાં પ્રવેશવામાં સફળ થયા હતા અને તિજોરીમાંથી પૈસા અને સોનું ચોરી ગયા હતા.
સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસે બંનેને વેશ બદલાવીને વગર ચપ્પલના ઘરમાં પ્રવેશતા જોયા હતા…
પોલીસ દ્વારા સીલ કરવામાં આવેલ ફ્લેટ તોડવાની હિંમત કરનારા ચોરોને ( thieves ) પકડવાના પડકારનો સામનો કરતા પોલીસ ડેપ્યુટી કમિશનર અને સિનિયર ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના આ રેલવે લાઇનની લોકલ સેવાઓના સમયમાં થશે બદલાવ.. જાણો શું રહેશે નવું ટાઈમ ટેબલ.. વાંચો અહીં..
પ્રાપ્ત માહિતી મુજબ સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસે બંન્ને ચોરોને વેશ પલટો કરીને ઘરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તપાસ બાદ તેમને મળેલી માહિતી મુજબ, પોલીસ પહેલા આરોપી પાસે પહોંચી હતી, કારણ કે સીસીટીવી ફૂટેજમાં તેનો ચહેરો સાફ દેખાયો હતો. જ્યારે પોલીસ પૂછપરછ માટે પહેલા આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે પોલીસને ચોરીની કેટલીક વસ્તુઓ તેના ઘરે જોવા મળી હતી, જેણે પોલીસના મનમાં શંકાઓ ઊભી કરી હતી, જે બાદ પોલીસે પહેલા આરોપીના નિવાસસ્થાન પર નજર રાખવા માટે ટીમને સંકેત આપ્યો હતો. જ્યારે પહેલો આરોપી તેના સાથી આરોપીને મળવા ઓશિવારા ( Oshiwara ) પહોંચ્યા હતો, ત્યાર બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. તે બાદ તેની પૂછપરછ દરમિયાન તેણે તેના સાથીદારનું નામ જણાવ્યું હતું, જેના કારણે બીજા આરોપીની ઉલ્હાસનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બંને શકમંદોએ ચોરીની કબૂલાત કરી હતી અને પોલીસથી બચવા વેશપલટો કર્યો હતો એમ કબૂલ્યું હતું.