Mumbai: મુંબઈ આવવા-જવાનું થયું મોંઘું, આ 5 જગ્યાએ કારથી લઈને ટ્રક સુધીનો વધ્યો આટલો ટોલ ટેક્સ.. જાણો સંપુર્ણ નવા દર.. વાંચો અહીં..

Mumbai: 1 ઓક્ટોબરથી, મુંબઈના પાંચ એન્ટ્રી પોઈન્ટ પર ટોલ રેટ 12.50-18.75% ની રેન્જમાં વધશે. પાંચ એન્ટ્રી પોઈન્ટ દહિસર, એલબીએસ રોડ-મુલુંડ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે-મુલુંડ, ઐરોલી ક્રીક બ્રિજ અને વાશી ખાતે છે. ટોલ દરોમાં છેલ્લો સુધારો ઓક્ટોબર 2020માં કરવામાં આવ્યો હતો.

Mumbai: Up to 19% hike in toll at five entry points in Mumbai from October 1

Mumbai: Up to 19% hike in toll at five entry points in Mumbai from October 1

News Continuous Bureau | Mumbai 

Mumbai: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) એ મુંબઈની સરહદો પર સ્થિત ટોલ બૂથને લઈને મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આવતા મહિનાથી ટોલ ટેક્સ ( Toll Tax New Rate) વધારવામાં આવશે, જેના કારણે વાહનચાલકોને ( motorists ) નવો આંચકો લાગશે. મુંબઈમાં પ્રવેશવાના પાંચ સ્થળો પર ટોલ વસૂલવામાં ( Toll collection ) આવે છે. જેના માટે ઐરોલી, વાશી, દહિસર, મુલુંડમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (LBS) પર અને મુલુંડમાં જ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટોલ પ્લાઝા ( Toll Plaza) બનાવવામાં આવ્યા છે ત્યાં વધશે.

Join Our WhatsApp Community

આ પોઈન્ટ પર ટોલ વધશે

શહેરના પાંચ ટોલ પોઈન્ટ, વાશી, મુલુંડ LBS, મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, દહિસર WEH, ઐરોલી, પર ફી 1 ઓક્ટોબરથી વધશે. ટોલ ફીમાં વધારો સામાન્ય રીતે દર ત્રણ વર્ષે થાય છે. ટોલ દરોમાં છેલ્લો વધારો 2020માં થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Kuno Cheetah Death Reason: શું કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મૃત્યુ માટે રેડિયો કોલર છે જવાબદાર? ચિતા પ્રોજેક્ટના વડાનો મોટો ખુલાસો.. જાણો શું છે સાચું કારણ.. વાંચો વિગતે અહીં..

 ટોલ કેટલો વધશે?

સુધારેલા ટેરિફ મુજબ, હળવા મોટર વાહનો માટે વન-વે મુસાફરી માટેનો ટોલ ચાર્જ રૂ. 35 થી વધીને રૂ. 5 (રૂ. 40) થશે. એ જ રીતે ટ્રક અને મિની બસ માટે તે અનુક્રમે રૂ. 105 થી વધીને રૂ. 130 થશે. ભારે મોટર વાહનો માટે, તે અનુક્રમે રૂ. 135 થી વધીને રૂ. 160 થશે. સુધારેલા શુલ્ક આ વર્ષે 1 ઓક્ટોબરથી લાગુ થશે અને 2026 સુધી ચાલુ રહેશે.

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version