Site icon

મુંબઈ સહિત થાણે- ડોમ્બીવલીમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો- અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની રી-એન્ટ્રી- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra) માંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, પરંતુ ચોમાસુ(Monsoon) જતા જતા પણ ભરપૂર વરસવાના મિજાજમાં હોય તેમ  આજ સવારથી જ મુંબઈ(Mumbai weather)ના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છે.

 

હવે મુંબઈ શહેરની સાથે થાણે(Thane), નવી મુંબઈ(Navi Mumbai) અને ડોમ્બિવલી(Dombivali)માં વરસાદ પડી રહ્યો છે. થાણે અને નવી મુંબઈ પટ્ટામાં બપોરે 1.30 વાગ્યાથી વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ શરૂ થયો હોવાનું જોવા મળ્યું છે. 

 

દરમિયાન IMDએ શુક્રવારે અને શનિવારે ભારે વરસાદ માટે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ(Yellow Alert) જાહેર કર્યું છે. આગામી બે દિવસ સુધી થાણે, રાયગઢ, પાલઘર, પુણે, મુંબઈ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા, ધુળે અને આસપાસના જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : દે ધનાધન યા ઢીશુમ-ઢીશુમ – મુંબઈની લોકલ ટ્રેનમાં ફિલ્મ શોલેના દ્રશ્યો સર્જાયા- મહિલાઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ

Exit mobile version