મુંબઈની બનાવટી રસી શિબિર પ્રકરણના ફરાર મુખ્ય આરોપીની બારામતીની લૉજમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે બનાવટી રસી શિબિર પ્રકરણમાં અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની સંખ્યા બાર થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર આરોપીની ધરપકડ બાદ તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. કાંદિવલી પોલીસ સૌપ્રથમ તેનો કબજો લેશે.
ઉલ્લેખનીય છે કે બનાવટી રસી શિબિર પ્રકરણમાં અત્યાર સુધી મુંબઈનાં જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં નવ એફઆઈઆર ફાઈલ થઈ છે.
મુંબઈ હાઈ કોર્ટે પણ આ પ્રકરણની ગંભીર નોંધ લીધી છે અને એમાં સંડોવાયેલાં મોટાં માથાંને પણ ન છોડવાની પોલીસને સૂચના આપી છે.'
