Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના નવા વોર્ડની રચના સામે માત્ર ભાજપને વાંધો ? દસ દિવસમાં માત્ર આટલા લોકોએ લીધો વાંધો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મુંબઈ મહાનગરપાલિકાએ તૈયાર કરેલા 236 વોર્ડની પુનર્રચના સામે ભાજપ પહેલાથી વિરોધ કરી રહ્યો છે. પરંતુ જ્યારે ચૂંટણી પંચે લોકો પાસેથી વાંધા  અને સલાહ-સૂચનો મગાવ્યા ત્યારે છેલ્લા દસ દિવસમાં માત્ર 100 લોકોએ પવાંધા અને સૂચનો નોંધાવ્યા છે.

મુંબઈના 227 વોર્ડમાં ફેરરચના કરીને તેને 236 બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. વોર્ડની પુનર્રચનાના ડ્રાફ્ટ સામે હાલ લોકોને વાંધા અને સલાહ-સૂચનો આપવાનું કહેવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી વોર્ડના વિભાજન સામે વાંધો લેનારાનું પ્રમાણ વધુ છે. તો પૂરા વોર્ડની રચના સામે કોઈએ પણ હજી સુધી વાંધો ઉઠાવ્યો નથી.

શિવસેનાના આ નેતાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કર્યો મોટો દાવો..જાણો વિગત

છેલ્લા દસ વર્ષમાં લોક સંખ્યા વધી ગઈ હોવાનું કારણ આપીને વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ વોર્ડની પુનર્રચનાને માન્યતા આપી દીધી છે. હવે લોકો પાસેથી પહેલી ફેબ્રુઆરીથી સલાહ-સૂચનો અને વાંધા મગાવવામાં આવી રહ્યા છે. સલાહ-સૂચનો નોંધાવવા માત્ર પાંચ દિવસ બચ્યા છે, ત્યારે માંડ 

100 લોકો જ વોર્ડના વિભાજન સામે વાંધો લીધો છે, હવે કદાચ પાંચ- છ દિવસમાં આ આંકડો વધે એવી શક્યતા છે.

Bhandup Security Guard Death શું કાવતરું રચીને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધો હતો? ગાર્ડના મોતના મામલે મેનેજર સહિત સાથી ગાર્ડ સકંજામાં
Mumbai WhatsApp Impersonation Fraud ગોરેગાંવમાં ખાનગી પેઢીના માલિકના નામે નકલી વોટ્સએપ પ્રોફાઇલ બનાવી અધધ ₹૩૦ લાખની સાયબર ઠગાઈ, વધુ ૧ કરોડ માંગતા ભાંડો ફૂટ્યો
Mumbai Crypto Fraud ક્રિપ્ટોકરન્સીના નામે શેરબજારના વેપારી સાથે ₹૧૯.૭૮ લાખની છેતરપિંડી, બે રીઢા ગુનેગારો ઝડપાયા
Vasai Creek Double Decker Bridge Metro 13 32 કિમીનો ફેરો બચશે! વસઈની ખાડી પર બનશે ભવ્ય ડબલ ડેકર પુલ, નીચે વાહનો અને ઉપર દોડશે મેટ્રો
Exit mobile version