Site icon

Mumbai Water Crisis: શહેરમાં વધતા તાપમાન વચ્ચે હવે તળાવમાં પાણીના સ્તરમાં થયો મોટો ઘટાડો, BMCએ વધારાનો 5% પાણી કાપ લાદ્યો..

Mumbai Water Crisis: મુંબઈમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર તારીખ 11 જૂન હાલ કહેવામાં આવી છે. હવામાન વિભાગે મુંબઈમાં ચોમાસું સમયસર હોવાની આગાહી કરી છે. જ્યારે લોકો ગરમી અને પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ચોમાસાની હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે તળાવના સ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે.

Mumbai Water Crisis Amid rising temperatures in the city, now the water level in the lake has dropped drastically, BMC imposes an additional 5% water cut..

Mumbai Water Crisis Amid rising temperatures in the city, now the water level in the lake has dropped drastically, BMC imposes an additional 5% water cut..

 News Continuous Bureau | Mumbai 

Mumbai Water Crisis: મહારાષ્ટ્રમાં હાલ સાત તળાવોમાં ઝડપથી ઘટી રહેલા પાણીના સ્ટોકને ( Water Stock ) કારણે BMCને આજથી (5 જૂન) મુંબઈમાં વધારાનો 5% નો પાણી કાપ લાદવાની ફરજ પડી છે. જ્યાં સુધી મુંબઈમાં વરસાદ નથી પડતો અને તળાવમાં પાણીનું સ્તર સંતોષકારક રીતે સુધરતું નથી, ત્યાં સુધી નાગરિકોને હવે 10% કાપનો સામનો કરવો પડશે. મંગળવાર સુધીમાં, સાત તળાવોમાં માત્ર 7% અથવા 1.02 લાખ મિલિયન લિટર જ પાણી બચ્યું છે. 

Join Our WhatsApp Community

મુંબઈમાં ચોમાસાની ( Monsoon ) શરૂઆતની સત્તાવાર તારીખ 11 જૂન હાલ કહેવામાં આવી છે. હવામાન વિભાગે ( IMD ) મુંબઈમાં ચોમાસું સમયસર હોવાની આગાહી કરી છે. જ્યારે લોકો ગરમી અને પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ચોમાસાની હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે તળાવના સ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે. તેથી, પાલિકાવાળાઓએ 30 મેથી શહેરમાં 5% પાણી કાપ ( Water Cut ) લાદ્યો હતો. BMCએ પણ અપર વૈતરણા અને ભાતસા તળાવોમાંથી પાણીનો રિર્જવ સ્ટોક ઉપાડવાનું શરૂ કર્યું હતું.

Mumbai Water Crisis: પાલિકા હજુ પણ અપર વૈતરણા અને ભાતસામાંથી 2.28 લાખ મિલિયન લિટર પાણીનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં છે…

જો કે તળાવનું સ્તર સતત ઘટી ગયું  રહ્યું હોવાથી, પાલિકા હજુ પણ અપર વૈતરણા અને ભાતસામાંથી ( Bhatsa ) 2.28 લાખ મિલિયન લિટર પાણીનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં છે. જેના માટે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવી હતી. પાલિકા પાણીના આ રિર્જવ સ્ટોકની નિયમિત સમીક્ષા કરી રહ્યા છીએ અને ભારતીય હવામાન વિભાગ તરફથી હવામાન અપડેટ્સ પર લઈ રહ્યા છીએ. જો કે, તેમ છતાં BMCએ મુંબઈકરોને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai rain : મુંબઈમાં વહેલી સવારે પડયો ઝરમર વરસાદ, તાપમાનનો પારો નીચે આવ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો

વધતા જતા ગરમી અને તેના કારણે પાણીના સ્તરમાં ઘટાડાને કારણે હવે બીએમસી એ 10% પાણી કાપનો નિર્ણય લીધો છે. આ 10% પાણી કાપની ( Water Crisis ) અસર થાણે, ભિવંડી-નિઝામપુર મહાપાલિકા તેમજ અન્ય ગામોને આપવામાં આવતા પાણી પુરવઠા પર પણ પડશે. આખું વર્ષ પુરવઠો જાળવી રાખવા માટે 1 ઓક્ટોબરના રોજ તળાવોમાં કુલ 14.47 લાખ મિલિયન લિટર પાણીનો સ્ટોક હોવો જોઈએ. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓછા વરસાદને કારણે તળાવોમાં શરૂઆતથી જ 5% સ્ટોકની કમી હતી. તેથી ગયા વર્ષે, એક મહિના માટે 10% પાણી કાપ લાદવામાં આવ્યો હતો, જે 9 ઓગસ્ટ સુધીમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે,  હાલ આ સાત તળાવો શહેરને દરરોજ 3,900 મિલિયન લિટર પાણી પૂરું પાડે છે. તેથી પાણીના સ્તરમાં સતત ઘટાડો નોંધાય રહયો છે. તેથી હવે વહેલુ ચોમાસુ જ આનો એક ઉકેલ છે.

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version