Site icon

Mumbai Water cut : હાશ… પાલિકાએ મુંબઈગરાનું ટેન્શન દૂર કર્યું, પાણીકાપને લઈને લીધો આ નિર્ણય…

News Continuous Bureau | Mumbai

Mumbai Water cut : મુંબઈની સાથે થાણે અને ભિવંડીના નાગરિકો માટે આ એક રાહતના સમાચાર છે. મુંબઈ, થાણે અને ભિવંડી શહેરોમાં છેલ્લા પાંચ દિવસથી લાગુ કરવામાં આવેલો 10 ટકા પાણી કાપ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હવે મુંબઈકરોને પૂરી ક્ષમતાથી પાણી મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

Mumbai Water cut : પીસે ખાતે ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં ટેકનિકલ ખામી

મહત્વનું છે કે ગત 30 નવેમ્બર, 2024 ના રોજ, મુંબઈ મહાનગર પાલિકાને પાણી સપ્લાય કરતી પીસે ખાતે ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ નિષ્ફળતા બાદ તરત જ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કારણે 1 ડિસેમ્બર, 2024 થી 5 ડિસેમ્બર, 2024 સુધી સમારકામ ચાલુ રહેશે. આ તાત્કાલિક સમારકામના કામને કારણે, મુંબઈ શહેર અને ઉપનગરોની સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થાણે અને ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી પુરવઠો પ્રભાવિત થયો હતો.

Mumbai Water cut : પાણી પુરવઠામાં દસ ટકાનો ઘટાડો

પાલિકા દ્વારા ચાલી રહેલા આ સમારકામના કામને કારણે, 1 ડિસેમ્બર, 2024 થી 5 ડિસેમ્બર, 2024 સુધી પાણી પુરવઠામાં દસ ટકાનો ઘટાડો થયો હતો. આ કારણે, સાવચેતીના પગલા તરીકે, નાગરિકોએ આ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને સહકાર આપવો જોઈએ. તેવી અપોલ કરવામાં આવી હતી. પરંતુ હવે આ સમારકામની કામગીરી પૂર્ણ થતાં આ પાણી કાપ રદ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Local mega block : મુંબઈમાં રવિવારે મેગા બ્લોક, સેન્ટ્રલ અને હાર્બર લાઇનની લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત; ચેક કરો શેડ્યુલ..

જણાવી દઈએ કે પાલિકા  મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, થાણે, ભિવંડી વિસ્તારને પાણી પૂરું પાડે છે. પરંતુ પીસે ખાતે ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 ટકા પાણી કાપ લાગુ કર્યો હતો. જેના કારણે મુંબઈની સાથે થાણે અને ભિવંડી શહેરોના પાણી પુરવઠાને અસર થઈ હતી. 

 

 

Exit mobile version