Site icon

Mumbai Water cut : મુંબઈમાં ફરી પાણીની પાઈપલાઈન ફાટી, મલાડ અને ગોરેગાંવ પશ્ચિમમાં આટલા કલાક નહીં આવે પાણી…

Mumbai Water cut : મલાડ પશ્ચિમમાં લિબર્ટી વોટર ટનલ ખાતે 1200 મિલીમીટર વ્યાસની પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે, 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ મલાડ પશ્ચિમ અને ગોરેગાંવ પશ્ચિમના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠામાં કામચલાઉ વિક્ષેપ પડશે.

Mumbai Water cut Malad and Goregaon areas of Mumbai will face a 10-hour water cut starting today

Mumbai Water cut Malad and Goregaon areas of Mumbai will face a 10-hour water cut starting today

News Continuous Bureau | Mumbai 

Mumbai Water cut : મુંબઇને પાણી પુરવઠો કરનારી પાઇપ લાઇન જૂની થઇ ગઇ હોવાથી પાણીના લિકેજની સમસ્યા અવાર નવાર આવતી રહે છે. હવે આ જ ક્રમમાં મલાડ પશ્ચિમમાં લિબર્ટી વોટર ટનલમાં 1200 મીમી વ્યાસની પાણીની પાઇપલાઈન માં લીકેજ જોવા મળ્યું છે. આ લીકેજનું સમારકામ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ રાત્રે 10:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું છે. આ પાણીની મુખ્ય લાઇનનું સમારકામ શનિવાર, 25 જાન્યુઆરી, 2025 ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેથી, મલાડ પશ્ચિમ અને ગોરેગાંવ પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો શનિવાર, 25 જાન્યુઆરી, 2025 ના રોજ બંધ રહેશે. 

Join Our WhatsApp Community

Mumbai Water cut : પાણીની ટનલ ફાટવાથી લાખો લિટર પાણીનો બગાડ 

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણીનો કરકસરથી ઉપયોગ કરીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ટનલ પૂર્ણ થયાના થોડા મહિના પછી, એક ખાનગી વ્યક્તિએ આ ભૂગર્ભ પાણીની ટનલમાં બોરવેલ ખોદવાનો પ્રયાસ કર્યો. પાણીની ટનલ ફાટવાથી લાખો લિટર પાણીનો બગાડ થયો હતો. તેથી, પાણીની ટનલનું આ મુખ્ય સમારકામ પૂર્ણ કરવામાં થોડા દિવસો લાગ્યા. આ માટે, ટનલ બાંધકામ કંપનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Mumbai water cut : મુંબઈના તાનસાની પાણીની પાઇપલાઇનમાં ગળતર; આ વિભાગોમાં પાણી પુરવઠો ખોરવાયો; પાલિકા લાગી રિપેરિંગ કામે…

Mumbai Water cut :આ વિભાગમાં પાણી પુરવઠો સ્થગિત રહેશે.

મલાડ પશ્ચિમ: અંબુજ વાડી, આઝમી નગર, જનકલ્યાણ નગર

ગોરેગાંવ પશ્ચિમ: ઉન્નતનગર, બાંગુર નગર, શાસ્ત્રી નગર, મોતીલાલ નગર, સિદ્ધાર્થ નગર, જવાહર નગર, ભગતસિંહ નગર, રામ મંદિર માર્ગ

Ashes 2025-26: 1936-37 માં 0-2ની હારને ઑસ્ટ્રેલિયાએ 3-2થી પલટી! શું બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડ 89 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવશે?
Vladimir Putin: યુરોપિયન દેશો પુતિનના ‘અખંડ રશિયા’ના પ્લાનથી ડર્યા, રશિયાએ તાત્કાલિક આપી પ્રતિક્રિયા!
US Tariff India: અમેરિકન ટેરિફ પર રઘુરામ રાજનનો ધમાકો ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ મુદ્દે પાકિસ્તાનનો કેમ કર્યો ઉલ્લેખ?
Silver Rate Record: ચાંદીના ભાવમાં આવી સુનામી, સિલ્વર રેટ ₹૨ લાખની નજીક, રોકાણકારો માટે શું છે સંકેત?
Exit mobile version