Site icon

મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો.. મુંબઈના પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારોમાં આજે 24 કલાક માટે પાણી પુરવઠો ખંડિત થશે. જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)ના પૂર્વ ઉપનગર સહિત દક્ષિણ મુંબઈ(South Mumbai)ના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો(water supply) આજે 24 કલાક માટે બંધ રહેવાનો છે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે. તેથી નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ, પૂર્વ ઉપનગરમાં વિદ્યાવિહારમાં મહાનગરપાલિકા કોલોની પાસેના સોમૈયા નાળા નીચેથી માઈક્રો ટનલિંગ પદ્ધતિએ પાણીની પાઈપલાઈન(water pipeline)નું કામ કરવામાં આવવાનું છે. પહેલા તબક્કાનું કામ બુધવાર, ૧૮ મે, ૨૦૨૨ના એટલે કે આજે સવારના ૧૦ વાગ્યે ચાલુ થયું છે. જે ગુરુવાર, ૧૯ મે, ૨૦૨૨ના સવારના ૧૦ વાગ્યા સુધી ચાલશે. તેથી આ સમય દરમિયાન પૂર્વ ઉપનગરના અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે તો શહેરના અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થશે.

આ સમાચાર પણ વાંચો : બિલ્ડર સામેની લડતમાં મુંબઈના આ પરિવારને 27 વર્ષે ન્યાય મળ્યો, બિલ્ડરને ચૂકવવા પડશે આટલા કરોડ.. જાણો વિગતે

પૂર્વ ઉપનગરના આ વિસ્તારોમાં 24 કલાક માટે પાણી પુરવઠો બંધ રહેશે, જેમાં ‘એલ’ વોર્ડ કુર્લાના રાહુલ નગર, એડવર્ડ નગર, પાનબજાર, વી. એન. પૂરવ માર્ગ, નહેરુ નગર, જાગૃતિ નગર, શિવસૃષ્ટિ નગર, એસ. જી. બર્વે માર્ગ, કસાઈવાડા પંપિંગ, હિલ માર્ગ, ચાફે ગલી, ચુના ભઠ્ઠી પંપિંગ સ્વદેશી મિલ માર્ગ વિસ્તારમાં સર્પૂણપણે પાણી પુરવઠો બંધ રહેશે.

‘એન’ વોર્ડમાં ઘાટકોપર-રાજાવાડી, એમ. જી. રોડ, ચિત્તરંજન નગર કોલોની, આંબેડકર નગર, નીલકંઠ વેલી, રાજાવાડી હોસ્પિટલ એરિયા, વિદ્યાવિહાર સ્ટેશન, ઓ.એન.જી.સી. કોલોની, મોહન નગર, કુર્લા ટર્મિનસ રોડ, ઓઘડ ભાઈ રોડ, આનંદી રોડ, રામજી આશર રોડ વિસ્તારમાં પણ સંપૂર્ણપણે પાણી પુરવઠો બંધ રહેશે.

‘એમ-પશ્ચિમ’ વોર્ડ ચેંબુરના ટિળક નગર, ઠક્કર બાપ્પા કોલોની, વત્સલાનાઈક નગર, સહકાર નગર, આદર્શ નગર, રાજા મિલિંદ નગર, રાજીવ ગાંધી નગર, કુટીરમંડળ, સમ્રાટ અશોક નગર વગેરે વિસ્તારમાં પાણીપુરવઠો સંર્પૂણપણે બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : BESTની મિની બસના ડ્રાઈવરોની હડતાલે મુંબઈગરાને કર્યા બેહાલ…જાણો વિગતે

‘એફ-ઉત્તર’ વોર્ડ વડાલામાં વડાલા ટ્રક ટર્મિનલ, ન્યુ કફ પરેડ, પ્રતીક્ષા નગર, પંચશીલ નગર, સાયન (પૂર્વ) અને (પશ્ચિમ), સાયન કોળીવાડા, સંજય ગાંધી નગર, કે. ડી. ગાયકવાડ નગર, સરદાર નગર, ઇન્દિરા નગર, વડાલા મોનોરેલ ડેપો વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

 ‘એફ-દક્ષિણ’ વોર્ડમાં દાદરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, જગન્નાથ ભાતનકર માર્ગ, બી.જે. દેવરૂખકર માર્ગ, ગોવિંદજી કેણે માર્ગ, હિંદમાતામાં પાણી પુરવઠો બંધ રહેશે.

તો દક્ષિણ મુંબઈના પરેલ, લાલબાગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ડૉ. એસ. એસ. રાવ માર્ગ, દત્તારામ લાડ માર્ગ, જીજીભોય ગલી, મહાદેવ પાલવ માર્ગ, સાને ગુરુજી માર્ગ, ગૅસ કંપની ગલી વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા દબાણ સાથે થશે.

આ સમાચાર પણ વાંચો : શીના બોરા મર્ડર કેસમાં જેલમાં બંધ મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીને સુપ્રીમ કોર્ટે આપ્યા જમીન… 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version