ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 સપ્ટેમ્બર 2020
મુંબઈગરાઓ માટે આનંદના સમાચાર છે.. બે દિવસ થી ભારે વરસાદ ને કારણે અતિવૃષ્ટિ નો સામનો કરી રહયાં છે. પરંતુ આજ વરસાદ ને કારણે મુંબઈ શહેરને પાણી પહોંચાડતા તળાવો પૂરી રીતે ભરાઈ ગયા છે. જેને કારણે આગામી એક વર્ષ માટે મુંબઈગરાઓના માથેથી પાણી નું ટેન્શન હળવું થયું છે.
મુંબઈ શહેરને પાણી પુરુ પાડતાં તમામ તળાવ લગભગ પૂર્ણ સપાટી સુધી પહોંચી ચૂક્યા છે. મુંબઈ શહેરને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી લેક પાણી પૂરું પાડે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાઈ જતા પાણીની તંગી વર્તાઇ હતી. જેને કારણે મુંબઈમાં 20 ટકા પાણીકાપ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ જતા વરસાદે એવી મેઘ વરસાવી કે જેને કારણે મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં સાતે સાત તળાવો છલકાઇ ગયા છે.
મુંબઈ મહાનગરપાલિકાએ 24 તારીખે જાહેર કરેલા આંકડાઓ મુજબ અપર વૈતરણા 99%, મોડક સાગર 99%, તાનસા 99%, મિડલ વૈતરણા 97%, ભાતસા 98%, વિહાર 100 ટકા જ્યારે તુલસી લેક માં પણ 100 ટકા પાણી સંગ્રહાયુ છે. આમ કુલ મળીને આ વર્ષે 14,26,526 લાખ લિટર પાણીનો પુરવઠો ભેગો થયો છે.. જે આખુ વર્ષ મુંબઈને ચાલશે..
