News Continuous Bureau | Mumbai
Mumbai Water Supply : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કે મુંબઈમાં લાદવામાં આવેલો પાણી કાપ(Water shortage) હજુ ચાલુ રહી શકે છે. મળતી માહિતી મુજબ આ પાણી કાપ જ્યાં સુધી મુંબાઈના જળાશયોની ક્ષમતાના 75 ટકા સુધી ન પહોંચે ત્યાં સુધી યથાવત રહેશે. પાણી કાપ મુદ્દે એવી પણ માહિતી સામે આવી રહી છે કે જો કેચમેન્ટ વિસ્તારોમાં હજી પણ વરસાદ અપૂરતો રહેશે તો સિવિક સંસ્થા દ્વારા પાણી કાપ 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અંધેરી (પૂર્વ)ના મુખ્ય વિસ્તારો ઉપરાંત સાયન કોલીવાડા, ઈન્દિરા નગર, કોપરી અગર અને અલમેડા કમ્પાઉન્ડના કેટલાક ભાગોમાં હાલ પાણી કાપ ચાલુ છે. જેને કારણે ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધેરી (Andheri) માં રહેતાં કેટલાક લોકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પાણી કાપ BMC દ્વારા જાહેર કરાયેલા 10 ટકા કરતાં વધુ છે. પરંતુ BMC અધિકારીએ આ બાબતે સ્થાનિક સમસ્યા કહીને વાતને પૂર્ણવિરામ આપી દીધો હતો. સામાન્ય રીતે જુલાઇ મહિનાના પ્રથમ 10 દિવસ પૂર્ણ થતાંની સાથે જ મુંબઈના તળાવો છલકાવા લાગે છે. પરંતુ આ વર્ષે હજુ સુધી કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ જોઈએ એવો સંતોષકારક પડ્યો નથી. આ જ કારણોસર તળાવોમાં પાણીનું સ્તર હજી નીચું જ છે.
આ સમાચાર પણ વાંચો: TMKOC : શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી કરશે દયાબેન? ભાઈ સુંદરે કરી જાહેરાત
સોમવારની સવાર સુધી સાત તળાવોમાં 34.09 ટકા પાણીનો સંગ્રહ થયો છે
BMCએ જારી કરેલા ડેટા અનુસાર 17 જુલાઈ, સોમવારની સવાર સુધી સાત તળાવો (Seven Lake) માં 34.09 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જોકે ગયા વર્ષની વાત કરવામાં આવે તો આ જ સમયે 82.09 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો હતો. તળાવોની કુલ ક્ષમતા 14.47 લાખ મિલિયન લિટરની છે. હાલમાં તળાવોમાં 4.93 લાખ મિલિયન લિટર પાણીનો સંગ્રહ થઈ શક્યો છે. આ આંકડા પરથી જ મુંબઇમાં પાણી કાપનો અંદાજ લગાવી શકાય છે. રવિવાર 16 જુલાઈ સુધીમાં પાણીનો સંગ્રહ 4,70,621 મિલિયન લિટર હતો, જે કુલ 14,47,363 મિલિયન લિટરના 32.52 ટકા હતો. ગયા વર્ષે 16 જુલાઈના રોજ પાણીનો સંગ્રહ 11,38,097 મિલિયન લિટર અથવા કુલ સંગ્રહના 78 ટકા હતો.
ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમ્યાન ગયા વર્ષે મોડક સાગર અને તુલસી તળાવ છલકાઈ ગયા હતા. પરંતુ આ વર્ષે મોડક સાગર તળાવમાં માત્ર 56.75 ટકા અને તુલસીમાં 70.39 ટકા પાણી જમા થઈ શક્યું છે. જો તળાવોમાં પાણીના સંગ્રહની વર્તમાન સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો અપર વૈતરણામાં 20,586 મિલિયન લિટર તો મોડક સાગરમાં માત્ર 71,021 મિ. લિટર પાણીનો સંગ્રહ થયો છે. તાનસા તળાવમાં 87,877 મિ. લિ. તો મધ્ય વૈતરણામાં 87,475 મિ. લિ. પાણીનો સંગ્રહ થઈ શક્યો છે. ભાતસામાં 18,4752 મિ. લિ., વિહાર તળાવમાં 13,341 મિ. લિ. અને તુલસી તળાવમાં 5,569 મિ. લિ. જેટલો પાણીનો સંગ્રહ થયો છે. જો હાલ મુંબઈમાં વરસાદ ફરી આવી પહોંચ્યો છે. જો વરસાદ મુંબઈ યથાવત એક અઠવાડિયુ વરસે તો આ પાણી કાપનો આંકડો બદલાઈ શકવાની શક્યતા રહેશે.
આ સમાચાર પણ વાંચો: Rohit Sharma: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચાલી રહ્યો છે હિટમેનનો સિક્કો, 2013થી અન્ય કોઈ આ બાબતએ હિટમેનની નજીક પણ નથી પહોંચી શક્યું.