News Continuous Bureau | Mumbai
Mumbai Water Taxi : આર્થિક રાજધાની તરીકે ઓળખાતા મુંબઈ શહેર માં સામાન્ય નાગરિકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની મુસાફરી ભવિષ્યમાં વધુ ઝડપી બનવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈવાસીઓની સેવા માટે ટૂંક સમયમાં જ વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા મુંબઈથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું અંતર માત્ર 17 મિનિટમાં પૂરૂ થશે.
Mumbai Water Taxi : પ્રથમ તબક્કો માર્ચ 2025થી શરૂ થશે
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન થાણેમાં એક બેઠકમાં વોટર ટેક્સી સેવાની જાહેરાત કરી હતી. મુંબઈથી નવી મુંબઈ જવા માટે રોડ માર્ગે લગભગ એક કલાક લાગે છે. પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણમુક્ત વોટર ટેક્સી સેવાને કારણે તે જ સમય ઘટીને માત્ર 17 મિનિટ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Ajit Pawar PC : દેવેન્દ્ર ફડણવીસનું CM બનવું લગભગ નક્કી, શિંદે પછી, ફડણવીસે, હવે અજીત પવારની પ્રેસ કોન્ફરન્સ.. વિપક્ષ પર સાધ્યું નિશાન
આ ઇકો-ફ્રેન્ડલી અને સમય-બચત સેવા મુંબઈકરોને પરિવહન માટે અન્ય વિકલ્પ પ્રદાન કરશે. વોટર ટેક્સી સે-વેનો પ્રથમ તબક્કો માર્ચ 2025થી શરૂ થશે. આ માટે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક જેટી બનાવવામાં આવી છે.
Mumbai Water Taxi : કેરળમાં 2020માં પ્રથમ સેવા શરૂ થઈ
પેરિસ અને ન્યુયોર્ક સિટીમાં વોટર ટેક્સી સેવાઓ સફળ રહી છે. ભારતમાં, 2020 માં કેરળમાં પ્રથમ વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી હતી. મુંબઈમાં વાહનોની વધતી સંખ્યા અને રોજબરોજના ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને ઈકો-ફ્રેન્ડલી વોટર ટેક્સી સેવાને સારો પ્રતિસાદ મળી શકે છે.