News Continuous Bureau | Mumbai
દાદર (Dadar)ની નજીક આવેલો વડાલા(Wadala) વિસ્તાર અત્યારે વરસાદ(rain)ને કારણે આશરે ૧ ફૂટ જેટલા પાણીમાં ડૂબી ગયો છે. અહીંના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે તેમજ ટ્રાફિક ધીમો(traffic slow) છે. વડાલા ફાયર સ્ટેશન(fire station) પાસે આવેલા રસ્તા પર ગાડીઓ પાર્ક થઈ ગઈ છે અને તમામ ગાડીઓના પૈડાં પાણીમાં ડૂબી ગયા છે. લોકોને અહી અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વરસાદનું જોર ઓછું થશે તો પાણી આપોઆપ ઉતરી જશે. હાલ લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે. જુઓ વિડિયો.
#મુંબઈનું #વડાલા આખું પાણી પાણી… રોડ #રસ્તા #પાણીમાં ડૂબી ગયા. જુઓ #વિડિયો.#MumbaiRains #mumbairain #waterlogging #Wadala #fireStation. pic.twitter.com/dvtuFfDTy1
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો : શિવસેનાનો અજબ કારભાર- એક તરફ આરેમાં કાર શેડની ના તો બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ માટે પરવાનગી આપી