Site icon

Mumbai Waterways Expansion: ૨૪ ટર્મિનલ અને વધવણ બંદરનો થશે વિકાસ; દરિયાઈ મુસાફરી હવે થશે વધુ સરળ અને ઝડપી.

બજેટ ૨૦૨૬માં દેવેન્દ્ર ફડણવીસની મોટી જાહેરાત; જળમાર્ગોનું નેટવર્ક ૧૨૫ કિમીથી વધારી ૩૪૦ કિમી કરાશે, ૨૦૩૧ સુધીમાં વાર્ષિક ૭ કરોડ પ્રવાસીઓનો લક્ષ્યાંક.

Mumbai Waterways Expansion 11 New Routes and 24 Terminals to be Built; Budget Allocates ₹6,600 Crore for Water Transport.

Mumbai Waterways Expansion 11 New Routes and 24 Terminals to be Built; Budget Allocates ₹6,600 Crore for Water Transport.

News Continuous Bureau | Mumbai

Mumbai Waterways Expansion મુંબઈમાં વધી રહેલા ટ્રાફિક અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે જળમાર્ગોને પર્યાવરણને અનુકૂળ અને સસ્તો વિકલ્પ બનાવવાનું નક્કી કર્યું છે. શુક્રવારે રજૂ કરાયેલા બજેટમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે, હાલમાં મુંબઈમાં કાર્યરત ૧૨૫ કિલોમીટર ના જળમાર્ગ નેટવર્કને વધારીને ૩૪૦ કિલોમીટર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

૬,૬૦૦ કરોડનું આંધણ અને નવા ટર્મિનલ

સરકારે આ પરિવહન ક્રાંતિ માટે ₹૬,૬૦૦ કરોડ ના ખર્ચનો અંદાજ રાખ્યો છે. યોજનાની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
૧૧ નવા જળમાર્ગો પર ૨૪ નવા ટર્મિનલ બાંધવામાં આવશે.
હાલના ૨૧ જળમાર્ગો પર આવેલા ૨૦ ટર્મિનલનું આધુનિકીકરણ કરવામાં આવશે.
મુંબઈના રેડિયો ક્લબ ખાતેના નવી જેટ્ટી પ્રોજેક્ટને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

વધવણ બંદર: ૧૨ લાખ રોજગારીની તક

પાલઘર જિલ્લામાં આકાર લઈ રહેલા દેશના સૌથી મોટા બંદર વધવણ (Vadhvan) પોર્ટ પ્રોજેક્ટ માટે પણ રાજ્ય સરકારે બજેટમાં જરૂરી ભંડોળ ફાળવવાની ખાતરી આપી છે. આ પ્રોજેક્ટ દ્વારા ૧૨ લાખથી વધુ સીધી રોજગારીની તકો ઊભી થશે. આસપાસના ૪૪ ગામોના સ્થાનિક યુવાનોને તૈયાર કરવા માટે ‘વધવણ પોર્ટ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ’ પણ શરૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Trump Orders 4x Boost in US: ઈરાનને પાઠ ભણાવવા ટ્રમ્પ એક્શન મોડમાં! અમેરિકાના હથિયાર ઉત્પાદનમાં ૪૦૦% નો વધારો; મિડલ ઈસ્ટમાં યુદ્ધના પડઘમ.

મેટ્રો અને એક્સપ્રેસ-વેનો વિસ્તાર

જળમાર્ગોની સાથે સાથે માર્ગ પરિવહન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે:
આગામી સમયમાં રાજ્યમાં ૧,૨૦૦ કિમી ના મેટ્રો રૂટ અને ૬,૦૦૦ કિમી થી વધુના એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે.
વર્ષ ૨૦૨૯ સુધીમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ૧૬૫ કિમી લાંબી નવી મેટ્રો લાઈનો શરૂ કરવાનું આયોજન છે.
આગામી વર્ષમાં ૫૦ કિમીની નવી મેટ્રો લાઈનો પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે.

 

BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Mumbai Police’s Mega Operation: ગોરેગાંવ ચેઈન સ્નેચિંગ: ૩૨૦ CCTV કેમેરા તપાસ્યા બાદ મુંબઈ પોલીસે છેક દિલ્હીથી આરોપીને દબોચ્યો.
Mumbai-Nashik Investment Fraud: ₹10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં EOW ના દરોડા; સરગવાની ખેતીના નામે 150 થી વધુ લોકો છેતરાયા.
Mumbai Road Accident: બેફામ વોટર ટેન્કરની અડફેટે ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત.
Exit mobile version