News Continuous Bureau | Mumbai
Mumbai : ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને મુંબઈમાં ફેલાઈ રહેલા રોહિગ્યા બાંગ્લાદેશીઓને શહેર અને દેશમાંથી હાંકી કાઢવા માટે વિધિવત અભિયાન ચલાવવાની ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) એ હિમાયત કરી છે અને આ માટે ઉપનગરોમાં એક વિશેષ ટીમની રચના કરવાની જાહેરાત પણ તેમણે કરી છે. લોઢાએ જણાવ્યું હતું કે રોહિંગ્યાઓની વધતી જતી ગેરકાયદે વસ્તી માત્ર પોલીસ માટે જ નહીં પણ આપણા સમાજ માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે. આ લોકો એ ગુનાખોરીમાં વધારો કરવા ઉપરાંત ડ્રગ્સનો વેપાર પણ ફેલાવ્યો છૈ અને હવે આ વખતે મતદાન પણ કર્યું હતું.
Mumbai : જ્યાં સુધી રોહિગ્યા બાંગ્લાદેશીઓને પાછા નહીં મોકલવામાં આવે ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં
જ્યાં સુધી રોહિગ્યા બાંગ્લાદેશીઓને પાછા નહીં મોકલવામાં આવે ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. આ અભિપ્રાય મુંબઈ ( Mumbai ) ઉપનગરોના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ વ્યક્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : SBI MCLR rate : SBIના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, બેંકના આ એક નિર્ણયથી વધી જશે લોનની EMI, ખિસ્સા પર વધશે બોજો..
પાલક મંત્રી લોઢાએ મહારાષ્ટ્ર ની મતદાર યાદીની પુનઃ તપાસ કરવા અને તેમાંથી રોહિગ્યા અથવા બાંગ્લાદેશી નાગરિકોના નામ દૂર કરવા ચૂંટણી પંચને વિનંતી કરી હતી. એ. ટી. એસ ની ટીમો આવા ઘુસણખોરોને પકડવામાં અને તેમને પરત મોકલવામાં ખૂબ સફળતા પૂર્વક કામગીરી કરી શકે છે તેથી તેમણે મુંબઈના ઉપનગરોમાં આ હેતુ માટે એક વિશેષ ટીમની રચના પણ કરી છે.
Mumbai : કડક કાયદાની જરૂર
ઘૂસણખોરો અનધિકૃત દસ્તાવેજો બનાવીને ભારતીય નાગરિકોના અધિકારો મેળવી રહ્યા હોવાથી આજે કડક કાયદાની જરૂર છે. ભાજપની વસંત સ્મૃતિ સ્થિત યોજાયેલી પ્રદેશ કારોબારીની બેઠક બાદ કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અને મહારાષ્ટ્રના ગૃહ મંત્રીને આ ઘુષણખોરી ની જાણ છે તેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.