ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર
મુંબઈમાં છેલ્લા અમુક દિવસોથી લોકો મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીના વાતાવરણનો લોકો અનુભવ કરી રહ્યાં છે.
હાલમાં મુંબઈમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ છે.
સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે સવારે મુંબઈમાં તાપમાન ઘટીને 16 ડિગ્રી સેલ્સિયસ થવાની આશંકા છે. જે સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન હશે.
મુંબઈ સહિત રાજ્યમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં શુક્રવાર રાતથી કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો.
મુંબઈમાં કોરોના સંકટ યથાવત, ચાર દિવસમાં શહેરમાં કોરોનાના 80 હજાર કેસ; જાણો આજના તાજા આંકડા
