News Continuous Bureau | Mumbai
Mumbai Weather : મુંબઈમાં ઉનાળો બરાબરનો જામ્યો છે. સૂરજદાદા પ્રકોપ વરસાવી રહ્યા છે. ગુરુવારે કોલાબામાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હતું. શુક્રવારે તેમાં 1.2 ડિગ્રીનો વધારો થયો હતો. સાંતાક્રુઝમાં તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો થયો હતો.
Mumbai Weather મતદાનના દિવસ તાપમાન 33 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે
દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં મતદાનના દિવસ એટલે કે સોમવારે તાપમાન 33 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. મુંબઈમાં ( Mumbai Tempreture ) હાલમાં જે ભારે ગરમી અને ગરમ હવા અનુભવાઈ ( Mumbai Weather )રહી છે તે સોમવારે પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે જો કે આગામી દિવસોમાં તાપમાન (Mumbai heat ) માં વધુ વધારો નહીં થાય, પરંતુ હાલના ગરમ હવામાનમાંથી બહુ રાહત નહીં મળે.
Mumbai Weather સોમવારે આ બેઠકો પર મતદાન થશે
આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં મુંબઈમાં શુષ્ક હવામાન રહી શકે છે. તેથી, સૂર્યના કિરણો સીધા પહોંચી શકે છે અને વધુ તીવ્ર લાગી શકે છે. સોમવારે પાલઘર, થાણે જિલ્લામાં પણ શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. જણાવી દઈએ કે બૃહદ મુંબઈ વિસ્તારની સાથે, ધુલે, ડિંડોરી અને નાસિક બેઠક પર પણ સોમવારે મતદાન થશે. આ મતવિસ્તારમાં પણ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai-Pune Express Highway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર 2 દિવસ રહેશે દોઢ કલાકનો બ્લોક, મુસાફરોને થશે હેરાનગતિ; જાણો સમય અને વૈકલ્પિક માર્ગ..
Mumbai Weather ગુરુવારે મોડી રાત્રે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા
મહત્વનું છે કે મુંબઈમાં સોમવારથી બુધવાર સુધીના ઊંચા તાપમાનને સહન કર્યા બાદ ગુરુવારે મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે કોલાબામાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હતું. શુક્રવારે તેમાં 1.2 ડિગ્રીનો વધારો થયો હતો. સાંતાક્રુઝમાં તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો થયો હતો.
મુંબઈ ( mumbai news ) ના પશ્ચિમી ઉપનગરોમાં ગુરુવારે મોડી રાત્રે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. શુક્રવારે પણ મુંબઈમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો. દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 60 ટકા કે તેથી વધુ હતું. કોલાબામાં લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે સાંતાક્રુઝમાં 28.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Mumbai Weather 1 માર્ચથી કેટલો વરસાદ?
મુંબઈમાં, ઉનાળાની ઋતુ દરમિયાન, શહેરમાં 3.7 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે આ સમયગાળાની સરેરાશ છે. જ્યારે મુંબઈના ઉપનગરોમાં 21.3 મીમી વરસાદ નોંધાયો છે. મેના પ્રથમ પખવાડિયા સુધી મુંબઈના ઉપનગરોમાં સરેરાશ 2.6 મીમી વરસાદ નોંધાયો હતો. થાણે જિલ્લામાં 25.2 મીમી, નાસિકમાં 14.7 મીમી અને ધુલામાં 4.3 મીમી વરસાદ નોંધાયો છે. 1 માર્ચથી 17 મે દરમિયાન થાણે, નાસિકમાં સરેરાશથી વધુ અને ધુલે જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે.