News Continuous Bureau | Mumbai
Mumbai Weather Update :છેલ્લા ત્રણ દિવસથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. સોમવારે, 6 જાન્યુઆરીએ પણ મુંબઈમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે ગુરુવાર બાદ ફરી એકવાર મુંબઈના લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. (weather forecast mumbai) હવામાનશાસ્ત્રીએ માહિતી આપી હતી કે લઘુત્તમ તાપમાન સામાન્ય તરીકે નોંધવામાં આવશે.
Mumbai Weather Update : મુંબઈનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાશે
હિમાચલ પ્રદેશ અને તેની આસપાસ સતત હિમવર્ષાના પરિણામે ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં ફૂંકાતા ઠંડા પવનોની અસર વધી છે. તો રાજ્ય અને મુંબઈ તરફ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી મંગળવાર અને બુધવારે મુંબઈનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાશે, જ્યારે રાજ્યભરના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાશે, તેવી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.
મુંબઈ અને કોંકણ ક્ષેત્રના કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે મરાઠવાડા, વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં સિંગલ-ડિજિટ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. ઉત્તર મહારાષ્ટ્રમાં, કેટલાક શહેરોમાં તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો જોવા મળી શકે છે. મુંબઈ અને સમગ્ર રાજ્યમાં હવામાનની સ્થિતિ આગામી બે દિવસમાં બદલાવાની છે અને ઠંડી વધુ તીવ્ર બનશે.
આ સમાચાર પણ વાંચો : Andheri Fire : મુંબઈના આ વિસ્તારની હાઈ રાઈઝ બિલ્ડીંગમાં મોડી રાત્રે ફાટી નીકળી ભીષણ આગ, એકનું મોત; જુઓ વિડીયો
Mumbai Weather Update : કમોસમી વરસાદની આગાહી
મહત્વનું છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. કરા સાથે હળવા ઝાપટા પડવાના કારણે ખેડૂતો ચિંતિત છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના મધ્ય-ઉત્તર મહારાષ્ટ્રના મરાઠાવાડામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Mumbai Weather Update : આજે શહેરનું તાપમાન કેટલું છે?
- મુંબઈ 16
- નાસિક 14
- ધારશિવ 11
- પરભણી 11
- સતારા 12
- અહિલ્યા નગર 12
- છ. સંભાજી નગર 15
- જલગાંવ 11
- મહાબળેશ્વર 14
- માલેગાંવ 14