News Continuous Bureau | Mumbai
Mumbai Weather Update : મુંબઈ અને થાણેના લોકોને હજુ પણ ગરમીથી રાહત મળી નથી. કાળઝાળ ગરમીના કારણે મુંબઈગરાઓની હાલત દયનીય છે. જો કે મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તેમને લાંબા સમય સુધી ગરમી સહન કરવી પડશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આખરે મુંબઈમાં વરસાદ ( Mumbai Rain ) પહોંચી ગયો છે. IMD એ એક તસ્વીર શેર કરી છે જેમાં મુંબઈ શહેરના આકાશમાં વાદળો ઘેરાયેલા જો મળે છે. એટલે શહેરમાં ગમે ત્યારે મેઘરાજા ( Mumbai monsoon ) દસ્તક આપી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં આગામી કેટલાક કલાકો અને દિવસોમાં વધુ વરસાદ પડી શકે છે.

મહત્વનું છે કે ગત 5 જૂને મુંબઈના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જેને પ્રી-મોન્સુન ( pre-monsoon ) કહેવામાં આવી રહ્યો છે. મુંબઈના બોરીવલી, કાંદિવલી અને દાદર જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai rain : મુંબઈમાં વહેલી સવારે પડયો ઝરમર વરસાદ, તાપમાનનો પારો નીચે આવ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો..