માથેરાન કરતાં પણ વધુ ઠંડી મુંબઈમાં, શહેરમાં ટાઢનું લખલખું ફરી વળ્યું, આટલું તાપમાન નીચે ગયું..

દેશભરમાં તાપમાનમાં સતત વધઘટ થતી જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. દરમિયાન મહારાષ્ટ્ર માં હાલમાં વરસાદ અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

by Dr. Mayur Parikh
temperature will decrease in mumbai due to mocha cyclone formed in bay of bengal

News Continuous Bureau | Mumbai

દેશભરમાં તાપમાનમાં ( temperatures )  સતત વધઘટ થતી જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. દરમિયાન મહારાષ્ટ્ર માં હાલમાં વરસાદ અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈમાં (  Mumbai  ) પણ તાપમાનમાં ઘટાડો થતાં ભેજમાં વધારો થયો છે.

માથેરાન કરતાં પણ વધુ ઠંડી મુંબઈમાં

રાજ્યમાં કેટલીક જગ્યાએ ઠંડીનું જોર વધ્યું છે. આમાં, ઉત્તર મહારાષ્ટ્ર, નાસિક, જલગાંવ, ધુલેનો સમાવેશ થાય છે. ઠંડીમાં વધારો થતાં વિવિધ સ્થળોએ લોકો રાતના સમયે તાપણું કરતાં અને ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. સાથે જ મુંબઈનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી નીચે ગયું છે. જેના કારણે મુંબઈમાં પણ ઠંડીમાં વધારો થયો છે. માથેરાન, જે ઠંડી હવાના સ્થળ તરીકે ઓળખાય છે, ત્યાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી છે. એટલે કે મુંબઈમાં હાલમાં માથેરાન કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસ: સાયરસ મિસ્ત્રીના કાર અકસ્માત માટે જવાબદાર કોણ? પોલીસે કોર્ટમાં દાખલ કરી 152 પાનાની ચાર્જશીટ.

હવામાન વિભાગની આગાહી

દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈ અને કોંકણ સિવાય બાકીના મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધશે અને ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે.

ડિસેમ્બર 2022 છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022નો મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો હતો. સરેરાશ તાપમાન કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. સરેરાશ તાપમાન 21.49 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં લિફ્ટ ક્રેશ થઈ: હાઈરાઈઝ ઇમારતમાં લિફ્ટ પડી જવાથી 20 વર્ષીય યુવકનું કરૂણ મોત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment