News Continuous Bureau | Mumbai
મુંબઈ એસી લોકલ ટ્રેન સેવાઓને મુસાફરોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ 1 ઑક્ટોબરથી એટલે કે આવતીકાલથી વધુ 31 સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં પશ્ચિમ રેલ્વે પર ચર્ચગેટ – વિરાર વચ્ચે 48 એસી લોકલ દોડે છે.
પશ્ચિમ રેલવે લોકલ નવા ટાઈમ ટેબલે ઉપનગરીય ટ્રેનો માટે નવું સમયપત્રક જાહેર કર્યું છે. આ નવું શિડ્યુલ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. નવા સમયપત્રક મુજબ, પશ્ચિમ રેલવેએ સેવાઓની સંખ્યા 1375 થી વધારીને 1383 કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે 12 નવી ઉપનગરીય સેવાઓ પણ શરૂ કરવામાં આવશે અને 50 સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : રેલ પ્રવાસીઓ સાવધાન- દોઢ વર્ષમાં આટલા પ્રવાસીઓના મોબાઈલ ચાલતી ટ્રેનમાં ચોરાયા
WR દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે WR મુંબઈ ઉપનગરીય ટ્રેનોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તદનુસાર, વધારાની 12 નોન-એસી ઉપનગરીય સેવાઓ અને 31 એસી સેવાઓ શરૂ કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી આવી 50 સેવાઓનું વિસ્તરણ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેએ 31 નવી એસી ટ્રેન સેવાઓ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આથી, 15 કોચની એસી લોકલ રન 79 થી ઘટાડીને 106 કરવામાં આવશે.
UP એસી લોકલ સેવાઓ




Down એસી લોકલ સેવાઓ




 
			         
			         
                                                        