ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે માહિમ અને અંધેરી સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઈન પર જમ્બો બ્લોક જાહેર કરવામાં આવ્યું છે.
ટ્રેક સિગ્નલ અને ઓવરહેડ ઉપકરણોને સરખા કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે પશ્ચિમ રેલવે દ્વારા રવિવારે માહિમ તથા બાંદ્રા રેલ્વે સ્ટેશનો વચ્ચે સવારે ૧૦થી સાંજે ચાર વાગ્યા સુધી એટલે કે ૬ કલાક માટે તેમ જ બાંદ્રા અંધેરી સ્ટેશન ની વચ્ચે સવારે ૧૦થી બપોરે ત્રણ વાગ્યા વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઈન નો જમ્બો બ્લોક રહેશે.
આ સમય દરમિયાન મધ્ય રેલવેની જીએસટી થી ગોરેગાવ અંધેરી વચ્ચેની તથા ચર્ચગેટ અને ગોરેગાંવ વચ્ચેની અમુક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
રેલવે પ્રશાસને પ્રવાસીઓને જાણકારી મેળવ્યા પછી ટ્રાવેલિંગ કરવાની સલાહ આપી છે.
