Site icon News Continuous Bureau | Mumbai

આવતી કાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લૉક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

રેલવે ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે આવતી કાલે (રવિવારે) પશ્ચિમ રેલવે દ્વારા મરીન લાઇન્સ અને માહિમ જંક્શન સ્ટેશનો વચ્ચે ડાઉન સ્લો લાઇન પર 10.35 વાગ્યાથી 15.35 સુધી જમ્બો બ્લૉક રહેશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી મુજબ, જમ્બો બ્લૉક દરમિયાન તમામ ધીમી ગતિએ ચાલતી ટ્રેનોને મરીન લાઇન્સ અને માહિમ જંક્શન તરફ ફેરવવામાં આવશે. ફાસ્ટ લાઇન પર પ્લૅટફૉર્મની ઉપલબ્ધતા ન હોવાને કારણે આ ટ્રેનો મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા રોડ સ્ટેશનો પર ઊભી રહેશે નહીં. બ્લૉક દરમિયાન, મુસાફરો બાંદ્રા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચેનાં સ્થળોની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી શકશે. 

મની લોન્ડ્રિંગ મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, EDએ તેમના નજીકના આ બે વ્યક્તિઓની કરી ધરપકડ ; જાણો વિગતે

જમ્બો બ્લૉક દરમિયાન ડાઉન દિશામાંની તમામ ધીમી ટ્રેનોને ચર્ચગેટ અને માહીમ જંક્શન સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને એને લોઅર પરેલ અને માહિમ જંક્શન સ્ટેશન પર ડબલ હૉલ્ટ આપવામાં આવશે. આ બ્લૉક દરમિયાન અપ અને ડાઉન દિશાની કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version