ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
મુંબઈની લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે તે સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. જોકે લોકડાઉનનો ફાયદો ઊંચકીને રેલવે પ્રશાસન સારું કામ કરી રહી છે. રેલવે પ્રશાસનને ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈના ઘણા ખરા રેલ્વે સ્ટેશન ની લંબાઈ વધારી દીધી છે. આ કામ એપ્રિલ મહિના અગાઉ પતી જશે. હાલ આ કામ તેના અંતિમ તબક્કામાં છે.
રેલવે પ્રશાસનને જાહેરાત કરી છે કે એકવાર તમામ રેલવે સ્ટેશન ની લંબાઈ વધી જાય ત્યારબાદ એપ્રિલ મહિનાથી મુંબઈ શહેરની સ્લો લાઈન ઉપર પણ પંદર ડબ્બાની લોકલ ટ્રેન દોડશે. જોકે આ કવાયત અંધેરી થી વિરાર વચ્ચે કરવામાં આવશે. જ્યારે કે અંધેરીથી ચર્ચગેટ સંદર્ભે નિર્ણય લેવો અઘરો રહેશે કારણ કે અહીં પ્લેટફોર્મ ને લાંબા કરવા માટે વધુ જગ્યા ઉપલબ્ધ નથી.