Mumbai Winter: મુંબઈમાં ઠંડીમાં વધારો થતાં જ આ કારણે હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં થયો વધારો.

Mumbai Winter: રાજ્યભરમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મુંબઈમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો છે અને ઘુમ્મસના કારણે પ્રદૂષણમાં પણ વધારો થયો છે. ઠંડી અને પ્રદુષણના કારણે દવાખાનાઓ અને હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા પહેલાથી જ ઘણી વધી ગઈ છે…

by Bipin Mewada
Mumbai Winter Due to the increase in cold in Mumbai, the number of patients in hospitals has increased..

News Continuous Bureau | Mumbai

Mumbai Winter: છેલ્લા બે-ત્રણ દિવસમાં મુંબઈ ( Mumbai ) શહેર અને ઉપનગરો સહિત રાજ્યભરમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મુંબઈમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો છે અને ઘુમ્મસના ( fog ) કારણે પ્રદૂષણમાં ( pollution ) પણ વધારો થયો છે. ઠંડી અને પ્રદુષણના કારણે દવાખાનાઓ અને હોસ્પિટલોની ( hospitals ) ઓપીડીમાં દર્દીઓની ( patients ) સંખ્યા પહેલાથી જ ઘણી વધી ગઈ છે. તબીબોનું ( Doctors ) કહેવું છે કે દર્દીઓ ગળામાં દુખાવો, શરદી અને ઉધરસની ફરિયાદ લઈને તેમની પાસે પહોંચી રહ્યા છે. 

એક રિપોર્ટ મુજબ, મુંબઈમાં હાલ ઘણી જગ્યાએ ઘણા પ્રોજેક્ટો માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. મોટા પાયે બાંધકામનું કામ પણ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ મેટ્રોનું કામ ( Metro Constuction ) ચાલી રહ્યું છે. ફ્લાઈંગ બ્રિજનું કામ ચાલુ છે. તો આ સંદર્ભે પ્રદૂષણ ઘટાડવા માટે, છંટકાવ મશીનોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે, જેની સંખ્યા હાલમાં મર્યાદિત છે. હાલ, ધુમ્મસ અને ધૂળનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે મુંબઈમાં વધતા પ્રદૂષણનું ચિત્ર દેખાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી મુંબઈમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઓછી વિઝિબિલિટીના કારણે સવારે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : DGCA new SOP: હવે ફલાઈટમાં વિલંબના કિસ્સામાં એરલાઈન્સ મુસાફરોને આ રીતે કરશે જાણ…. DGCA એ જારી કરી આ નવી SOP

  પ્રદુષણને કારણે હાલ દર્દીઓની સંખ્યામાં વધારો..

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી દવાખાનાઓમાં હાલ દર્દીઓ શરદી, ઉધરસ, આંખોમાં બળતરા, ગળામાં દુખાવો જેવી ફરિયાદો વધુ આવી રહી છે. તેથી હાલ ડોક્ટરોએ લોકોને સવારે મોર્નિંગ વોક માટે જવાનું ટાળવાનું સૂચન કરી રહ્યા છે. તેમ જ શરદી અને ઉધરસના કિસ્સામાં માસ્કનો ઉપયોગ કરવા, ડૉક્ટરની સલાહ લેવા અને રોગને આગળ વધતો અટકાવવા ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.

Join Our WhatsApp Community

You may also like