News Continuous Bureau | Mumbai
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મંડૌસની અસરના પગલે મહારાષ્ટ્રમાં ઠંડીએ બ્રેક લીધો છે. તો બીજી તરફ બદલાપુર અને નાસિકમાં ( December ) કમોસમી વરસાદ ( unseasonal rain ) થયો હતો, જ્યારે મુંબઈ ( Mumbai ) અને થાણેમાં ગુરુવારે વહેલી સવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
દરમિયાન ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ, મુંબઈના કુર્લા, મુંબ્રા અને થાણેના ભિવંડી વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. પરંતુ વરસાદના આ ઝાપટા થોડી વાર માટે જ પડ્યા હતા. એટલે વરસાદી ઝાપટાંના કારણે શહેરના તાપમાનમાં કોઈ ફરક પડ્યો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ અને વધતા તાપમાનને કારણે મુંબઈગરાઓ ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગના અધિકારીઓએ આપી છે કે સોમવારથી રાજ્યમાં ફરી ઠંડી પડવાની શરૂઆત થશે અને મુંબઈમાં લઘુત્તમ તાપમાન ઘટવાનું શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો: Twitterએ ઘણા પત્રકારોના એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ, શું મસ્કનું કવરેજ પડ્યું ભારે?