Mumbai Cyber Fraud| મુંબઈમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો ભોગ બની, હજારો રૂપિયા ગુમાવ્યા

Mumbai Cyber Fraud| ભાયખલા પોલીસે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો; રાણીબાગની મુલાકાત દરમિયાન ફેસબુક લિંક દ્વારા સાયબર ઠગોએ બિછાવી હતી જાળ

by Janvi Soni
Mumbai Cyber Fraud| મુંબઈમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો ભોગ બની, હજારો રૂપિયા ગુમાવ્યા

 

News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Fraud| આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો એટલા બેફામ બન્યા છે કે હવે સામાન્ય નાગરિકો તો ઠીક, કાયદાના રક્ષકો પણ તેમની જાળમાંથી બચી શકતા નથી. મુંબઈના ભાયખલા વિસ્તારમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ ઓનલાઇન શેર ટ્રેડિંગ અને રોકાણના નામે સાયબર ઠગાઈનો ભોગ બની હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટૂંક સમયમાં બમણોત્રણ ગણો નફો મેળવવાની લાલચે મહિલા પોલીસ કર્મચારીને ૭૬,૭૧૯ નો ચૂનો લગાવ્યો છે. ભાયખલા પોલીસે આ મામલે છેતરપિંડી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ અજ્ઞાત આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાણીબાગની મુલાકાત દરમિયાન ફેસબુક પર લિંક જોઈ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ કલ્યાણના શહાડ વિસ્તારમાં રહે છે અને હાલ તેઓ કલ્યાણના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ પોતાના પુત્ર સાથે ભાયખલાના પ્રખ્યાત રાણીબાગ (જિજામાતા ઉદ્યાન) ની મુલાકાતે આવ્યા હતા. ત્યાં ફ્રી સમયમાં ફેસબુક પર વીડિયો જોતી વખતે તેમની નજર ટ્રેડિંગ સંબંધિત એક પેજ પર પડી હતી. તેમણે લિંક ઓપન કરતાં જ તેમને એક સોશિયલ મીડિયા ગ્રુપમાં એડ કરી દેવાયા હતા, જ્યાં એક અજાણ્યા શખ્સે તેમનો સંપર્ક કરી રોકાણની સ્કીમ સમજાવી હતી.

૫,૦૦૦ ના રોકાણ સામે ૪૫,૦૦૦ ના નફાની લાલચ

મહિલા કોન્સ્ટેબલે જ્યારે પૂછ્યું કે રોકાણ પર કેટલો નફો મળશે, ત્યારે ઠગે દાવો કર્યો કે ૫,૦૦૦ ના રોકાણ પર ૩૦,૦૦૦ થી ૪૫,૦૦૦ નો પ્રોફિટ માત્ર થોડા જ કલાકોમાં મળશે. વાતોમાં આવીને મહિલા કોન્સ્ટેબલે આરોપીએ મોકલેલા ક્યુઆર કોડ પર ૫,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા. બે કલાક પછી ઠગે મેસેજ કર્યો કે તમને ૪૫,૦૦૦ નો નફો થયો છે. ત્યારબાદ આ નફાની રકમ ખાતામાં મેળવવા માટે ઠગે અલગ-અલગ બહાના હેઠળ પ્રોફિટના ૨૫ ટકા લેખે કંપની કમિશન પેટે ૧૧,૩૯૨ પડાવ્યા હતા અને ટેક્સના નામે ૧૮,३૫૯ નો જીએસટી ચાર્જ ભરાવ્યો હતો.

કરન્સી કન્વર્ઝનના નામે વધુ છેતરપિંડી

આટલું જ નહીં, પેમેન્ટ ખોટું થયું છે તેમ કહીને કરન્સી કન્વર્ઝન એટલે કે રકમને ભારતીય ચલણમાં ફેરવવાના બહાને વધુ ૨૩,૫૯૯ પડાવી લીધા હતા. બાદમાં ઠગે નફો વધીને૧.૧૨ લાખ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ ભોગ બનનાર પાસેથી બેંક ડિટેલ્સ અને આઈએફએસસી કોડ લીધા પછી પણ પૈસા ટ્રાન્સફર કર્યા નહોતા અને એકાઉન્ટ વેરિફિકેશન ફેઇલ થયું છે તેમ કહીને વધુ રકમની માંગણી કરી હતી. જ્યારે મહિલા કોન્સ્ટેબલના ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની રોજની લિમિટ પૂરી થઈ ગઈ, ત્યારે તેમણે વધુ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં જ તેમણે ભાયખલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલમાં આઈપી એડ્રેસ અને લોકેશનના આધારે ઠગ ટોળકીને ટ્રેક કરી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Twisha Sharma Death Case। ટ્વિશા શર્મા કેસમાં મીડિયા ટ્રાયલ પર કોર્ટે વ્યક્ત કરી નારાજગી, પત્રકારોને કરી આ ખાસ અપીલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More