Site icon News Continuous Bureau | Mumbai

Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર

Sunetra Pawar: મુંબઈ મેટ્રોપોલિટન રિજનની મહિલા કર્મચારીઓને ઓફિસ સમયમાં મળશે 30 મિનિટની છૂટછાટ; પીક અવર્સમાં ટ્રાફિક અને ભીડથી બચવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Mumbai Women Govt Employees Get 'Come Early-Go Early' Perk; Deputy CM Sunetra Pawar Announces 30-Minute Flexi-Time

Mumbai Women Govt Employees Get 'Come Early-Go Early' Perk; Deputy CM Sunetra Pawar Announces 30-Minute Flexi-Time

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR) માં કાર્યરત મહિલા સરકારી કર્મચારીઓ માટે ‘કમ અર્લી-ગો અર્લી’ (Come Early-Go Early) સુવિધાની જાહેરાત કરી છે. મંગળવારે વિધાન પરિષદમાં ચર્ચા દરમિયાન આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓના સન્માન, સુરક્ષા અને સમાન તકો માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નિર્ણયથી મુંબઈમાં લોકલ ટ્રેન અને રસ્તાઓ પર પીક અવર્સ દરમિયાન થતી મુસાફરીમાં મહિલાઓને મોટી રાહત મળશે.સુનેત્રા પવારે સ્પષ્ટતા કરી હતી કે આ નવી વ્યવસ્થા હેઠળ મહિલા કર્મચારીઓ સવારે 9:15 થી 9:45 વાગ્યાની વચ્ચે વહેલા ઓફિસ આવી શકશે. તેઓ જેટલી મિનિટ વહેલા કામ શરૂ કરશે, તેટલી જ મિનિટ તેમને સાંજે ઓફિસથી વહેલા ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે. આ રીતે મહિલાઓને મહત્તમ 30 મિનિટ સુધીની સમયમાં છૂટછાટ મળી શકશે.

Join Our WhatsApp Channel

મહિલા સુરક્ષા માટે ‘ઓપરેશન મુસ્કાન’ અને ‘ભરોસા સેલ’

ચર્ચા દરમિયાન સુનેત્રા પવારે મહિલા સુરક્ષા અંગેના આંકડા પણ રજૂ કર્યા હતા.
ઓપરેશન મુસ્કાન: જુલાઈ 2015 થી ફેબ્રુઆરી 2026 સુધીમાં 14 અભિયાનો હેઠળ 42,594 ગુમ થયેલા બાળકોને શોધવામાં આવ્યા છે.
ઓપરેશન શોધ: આ અભિયાન દ્વારા 5,066 મહિલાઓ અને 2,771 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.
ભરોસા સેલ: મહિલાઓના પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યમાં 51 ‘ભરોસા સેલ’ અને તમામ જિલ્લાઓમાં ‘મિસિંગ સેલ’ કાર્યરત છે.

આ સમાચાર પણ વાંચો : Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક

આર્થિક સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ

નાયબ મુખ્યમંત્રીએ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં નીચે મુજબની મુખ્ય યોજનાઓ છે:
લાડકી બહેન યોજના
નમો મહિલા સશક્તિકરણ
લેક લાડકી અને અન્નપૂર્ણા યોજના
લખપતિ દીદી અભિયાન
સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) ના ઉત્પાદનોના વેચાણ માટે ઉમેદ મોલ, ઉમેદ માર્ટ અને મહાલક્ષ્મી સરસ જેવા માધ્યમો અને ઓનલાઈન પ્લેટફોર્મ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે.

આંગણવાડી સેવિકાઓ માટે હકારાત્મક વલણ

આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓના માનદ વેતન તેમજ પાયાની સુવિધાઓ અંગે સુનેત્રા પવારે જણાવ્યું કે સરકાર આ બાબતે સકારાત્મક અભિગમ ધરાવે છે. તેમણે માહિતી આપી હતી કે રાજ્યના 17,254 આંગણવાડી કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. મહિલા કર્મચારીઓના સશક્તિકરણ માટેના અન્ય સૂચનો પર પણ સરકાર ટૂંક સમયમાં વિચારણા કરશે.

Mumbai Water Tariff Hike પાલિકાની તિજોરી ખાલી થતાં સામાન્ય કરદાતા પર તરાપ પાણીવેરામાંથી આવક વધારવા BMC લાવશે નવો ટેક્સ સ્લેબ
Mumbai Rat Menace મુંબઈમાં ઉંદરોનો ત્રાસ BMCએ 46 દિવસમાં 4,702 ઉંદરોનો સફાયો કર્યો, લેપ્ટોસ્પાઇરોસિસ સામે મોટું અભિયાન!
Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Exit mobile version