Site icon

મુંબઈ ગુજરાતી અને મારવાડીઓને કારણે જ દેશની આર્થિક રાજધાની છે-મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીનું નિવેદન-જુઓ વિડિયો.

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC election) નજીક આવી રહી છે ત્યારે ગુજરાતી(Gujarati) અને મારવાડી સમાજના(Marwari society) મત(Votes) બહુ મહત્વના ગણાય છે. એવા સમયે મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગતસિંહ કોશિયારીએ(Bhagat Singh Koshiari) તાજેતરમાં આ બંને સમાજને લઈને મહત્વનું નિવેદન કર્યું છે. મુંબઈની(Mumbai) આર્થિક રાજધાની બનાવવામાં ગુજરાતી અને મારવાડીઓનું સૌથી મોટું યોગદાન હોવાનું વિધાન ભગતસિંહે એક કાર્યક્રમ દરમિયાન કર્યું છે. 

Join Our WhatsApp Community

મુંબઈના અંધેરી(વેસ્ટ)માં(Andheri) જે.પી.રોડ(JP road) પર આવેલા સ્થાનિક ચોકના નામકરણ પ્રસંગે રાજ્યપાલ કોશિયારીએ હાજરી પૂરાવી હતી. એ સમયે મોટી સંખ્યામાં જુદા જુદા પક્ષના રાજકીય નેતાઓ(Political leaders) સહિત જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મેટ્રો 4ના કામને લીધે મુંબઈના અનેક રસ્તા વાહનવ્યહારમાં મોટા ફેરબદલ કરાયા છે-જાણો ફેરબદલ અહીં

આ કાર્યક્રમ દરમિયાન તેમણે રાજસ્થાની(Rajasthan) સમાજના વખાણ કરતા કહ્યું હતું કે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ બાંધવામાં અને ગરીબોની સહાય કરવામાં રાજસ્થાનના મારવાડી સમાજ દેશમાં અગ્રેસર હોવાનું તેમણે કહ્યું હતું. રાજસ્થાની મારવાડી સમાજે દેશમાં જ નહીં પણ નેપાળ(Nepal), મોરિશિયસ(Mauritius) જેવા દેશમાં અનેક સખાવતી કાર્યો કરે છે.

મારવાડી સમાજની સાથે જ ગુજરાતી સમાજનો મુંબઈન દેશની આર્થિક રાજધાની બનાવવામાં મોટો ફાળો હોવાનો પણ રાજ્યપાલ કોશિયારીએ આ વખતે કહ્યું હતું.
 

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version