News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા સ્ટાર(social media star) અને યુટ્યુબર(youtuber) અભિમન્યુ ગુપ્તા(abhimanyu gupta)ની પોલીસ દ્વારા મુંબઈ(Mumbai)માં ઘરફોડ ચોરી અને અનેક ઘરોમાં લૂંટ(robbery)ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુટ્યુબરે વૈભવી જીવન જીવવા(lavish lifestyle) માટે કથિત રીતે અનેક લૂંટ અને ઘર ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. મુંબઈમાં, વીબી નગર પોલીસે તેની પાસેથી 14 મોબાઈલ ફોન, ધારદાર હથિયારો, નકલી ઘરેણાં અને વિદેશી ચલણ(foreign currency) પણ જપ્ત કર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અભિમન્યુ ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે અને એક સમયે ટિક ટોક પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ હતી. વૈભવી જીવન જીવવા માટે તે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ચોરીઓ કરતો હતો. ગુનાઓ કરતી વખતે તે પોતાની ઓળખ છુપાવવા માટે કેપ અને ફેસ માસ્ક પહેરતો હતો.
આ સમાચાર પણ વાંચો : મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક જાહેર હિતની અરજી, કરાઈ આ માંગ…
પૂર્વ મુંબઈના કુર્લા (Kurla)ઉપનગરમાં એક બંધ મકાનમાં થયેલી ચોરીના સંબંધમાં અભિમન્યુ ગુપ્તાની ધરપકડ (arrested) કરવામાં આવી છે. જેમાં તે સોના-ચાંદીના દાગીના(gold silver jewellery)ની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઘરમાં રહેતા પરિવારને ઘરે પરત ફર્યા બાદ ઘરેણાં ગાયબ જણાયા. જ્યારે પરિવાર પરત આવ્યો ત્યારે તેઓએ ઘરમાંથી તાળા તૂટેલા અને ઘરેણાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને 150 થી વધુ સીસીટીવી ફૂટેજ(CCTV footage)ની તપાસ કરી. એક ફૂટેજમાં, આરોપીએ એક જગ્યાએ તેની ટોપી અને માસ્ક ઉતારી દીધા, પછી તેની ઓળખ થઈ. જે બાદ વીબી નગર પોલીસે છટકું ગોઠવીને તેને વિસ્તારમાં એક મકાન લૂંટવાનો પ્રયાસ કરતી વખતે પકડી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન, આરોપી અભિમન્યુ ગુપ્તાએ મુંબઈ વિસ્તારમાં 15 થી વધુ ઘરોમાં લૂંટ અને ચોરીની કબૂલાત કરી છે, જેમાંથી ચાર કુર્લામાં હતા. પોલીસે એ પણ ખુલાસો કર્યો હતો કે આરોપી ઘરની બહાર રાખેલા જૂતા અને ચપ્પલની ચોરી કરતો હતો. અભિમન્યુ ગુપ્તાએ એ પણ કબૂલ્યું હતું કે ચોરેલી કિંમતી ચીજવસ્તુઓ વેચ્યા પછી તેને મળેલા નાણાંનો ઉપયોગ તે મોંઘા કપડા ખરીદવા માટે કરતો હતો. તલાશી દરમિયાન પોલીસને તેના ઘરમાંથી ચંપલ ભરેલી ચાર બોરીઓ મળી આવી હતી.
આ સમાચાર પણ વાંચો : MNS થયું આક્રમક: ઉત્તર પ્રદેશના નેતા બ્રિજભૂષણ સિંહ વિરોધ નોંધાવી આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.. જાણો વિગતે